મહેમદાવાદ નજીક પ્લાયવુડની એક ફેક્રટરીમાં ભિષણ આગ, 5 નગરપાલિકાની ફાયર ટીમો કામે લાગી


મહેમદાવાદના સિહુજ રોડ નજીકની વહેલી સવારે પ્લાયવુડની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગની ઘટના બની હતી. ત્યારે આગને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સતત 2 કલાક પાણીના મારાની ભારે જહેમત બાદ પણ આગ પર કાબુ મેળવાયો નથી.
5 નગરપાલિકાની ફાયર ટીમો કામે લાગી
ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીકના સિહુંજ રોડ પર આવેલી સ્વસ્તિક પ્લાયવુડની ફેક્ટરીમાં વહેલી સવારે એકાએક આગની ઘટના બની હતી. ત્યારે ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ બની છે કે મહેમદાવાદ, આણંદ , વિદ્યાનગર તથા અમદાવાદની ફાયર વિભાગની ટીમ મદદે લાગી છે. ત્યારે હાલ પણ 5 વોટર બ્રાઉઝર અને 6 ફાયર ટેન્કરની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘સેવા દિન’ : જાણો પ્રમુખસ્વામી મહારાજે કરેલા ભગીરથ કાર્યો વિશે
આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ
ખેડાના મહેમદાવાદ તાલુકાના સિહુંજ રોડ પર આવેલી સ્વસ્તિક પ્લાયવુડની ફેક્ટરીમાં વહેલી સવારે એકાએક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભીષણ છે કે, હજુ પણ આગ પર કાબુ મેળવતા કલાક જેટલો સમય લાગી શકે છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગમાં પ્લાયવુડની શીટ થતા કાચો માલ બળીને ખાક થઈ ગયો છે. હજી સુધી એ જાણી શકાયું નથી કે આગ કયા કારણોસર લાગી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ આગ લાગવનું કારણ જાણી શકાશે તેમ ફાયાર વિભગના અધિકારીઓ કહી રહ્યા છે.