ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી, 6 માળ બળીને ખાક

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 13 જાન્યુઆરી: મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલી નજીક ખોની પાલવાના ડાઉનટાઉન બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાતમા માળે શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ રહેવાસીઓને સમયસર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળી રહી છે કે આગની માહિતી મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગ બપોરે 2 વાગ્યાની આસપાસ લાગી હતી.

બિલ્ડિંગના તમામ રહેવાસીઓ સુરક્ષિત

ડાઉનટાઉન બિલ્ડિંગમાં આટલી પ્રચંડ આગ બિલ્ડિંગના મીટર બોક્સમાંથી ફેલાઈ હતી. આ પછી કેબલ અને વાયર દ્વારા આગ બાકીના ફ્લોરની ગેલેરી વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. હાલ ફાયર વિભાગની 5 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. રાહતની વાત એ છે કે આમાં કોઈ વ્યક્તિ ફસાયા નથી. આ બિલ્ડીંગમાં આગ કેટલી ગંભીર છે તે સામે આવેલા આ વીડિયો પરથી અંદાજો લગાવી શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, નીચેના માળેથી ઉછળતી જ્વાળાઓએ આખી ઈમારતને લપેટમાં લીધી છે.

દિલ્હીના લાજપત નગરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી

આના થોડા દિવસો પહેલા સોમવારે સાઉથ દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) અનુસાર, તેમને સાંજે 4 વાગ્યે બિલ્ડિંગના પહેલા માળે આગની માહિતી મળી હતી. જો કે, ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર સંપૂર્ણપણે કાબૂમાં મેળવ્યો હતો. આ આગમાં કોઈપણ જાનહાનિ કે જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: હવે આગામી બે વર્ષમાં હવામાં ઉડતી કાર જોવા મળશે, મોડેલ જોવુ હોય તો અહીં ક્લીક કરો

Back to top button