ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર ખાતે અચૂક મતદાન માટે સામુહિક સિગ્નેચર અભિયાન શરૂ કરાયું

Text To Speech

પાલનપુર : વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 અન્વયે તા.5 મી ડિસેમ્બર 2022 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન અંગે મતદાતાઓમાં જાગૃતિ કેળવાય એ માટે તા .19 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી પાલનપુર ખાતે ખાતે અચૂક મતદાન સંદર્ભે 12 – પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશીલ પરમારે પ્રથમ સિગ્નેચર કરી સામૂહિક સિગ્નેચર અભિયાનનો શુભારંભ કરાવી 12 – પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના કુલ –282 મતદાન મથકો ખાતે અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.

મતદાન -humdekhengenews

પ્રાંત અધિકારી સુશીલ પરમારે અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરી

ત્યારબાદ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર , પાલનપુર ( તાલુકા ) તેમજ મામલતદાર પાલનપુર ( શહેર ) અને કચેરીના તમામ સ્ટાફ દ્વારા સામૂહિક સિગ્નેચર અભિયાનમાં સિગ્નેચર કરીને ભાગ લઈને ભારતના બંધારણને સાક્ષી માનીને આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ ધર્મ , જાતિ , ભાષાના ભેદભાવથી દુર રહીને અચુક મતદાન કરીને લોકશાહીના અવસરને ઉજવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે કચેરીમાં આવતા નાગરીકોમાં અવશ્ય મતદાન કરવા બાબતની મતદાન જાગૃતિની થીમ અંગેની સ્ટેન્ડી પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘આ ચૂંટણી 5 માટે નહીં, પરંતુ આગામી 25 વર્ષ માટે છે’, PM મોદીનો બોટાદમાં હુંકાર

Back to top button