ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની પરિણીતાને સોનાની લાલચ ભારે પડી

  • બેકાર રહેલા યુવકે ઇન્સ્ટાગ્રામ થકી અનેક યુવતીઓને ફ્સાવી
  • ફેક એકાઉન્ટથી યુવતીઓને ફસાવી બ્લેકમેલ કરતો
  • બ્લેકમેલ કરી ધમકીઓ આપી દાગીના અને રૂપિયા પડાવતો

બેકાર રહેલા યુવકે ઇન્સ્ટાગ્રામ થકી અનેક યુવતીઓને ફ્સાવી હોવાની ઘટના સામે આવી છે. આરોપી ફેક આઇડી બનાવી યુવતીઓ સાથે મિત્રતા કેળવતો હતો. બાદમાં કોઇ ને કોઇ બાબતે બ્લેકમેલ કરી ધમકીઓ આપી દાગીના અને રૂપિયા પડાવતો હતો.

આ પણ વાંચો: ગુજરાત: મંત્રીઓ જ નહિ, MLA અને સેક્રેટરીઓ પણ ઘરેથી કરશે આ કામ

જય નાગર સામે ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઇ

થોડા દિવસ પહેલા બોપલમાં આરોપી જય નાગર સામે ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઇ છે. જ્યારે આ જ આરોપીએ આનંદનગરની એક પરિણીતા સાથે પણ આ જ હરકત કરતા આનંદનગરમાં પણ તેની સામે ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પનીર, ખાદ્ય મસાલા બાદ તેલમાં મીલાવટનું કૌભાંડ

પરિણીતા પાસે સોનુ માંગી તેમાં વધુ સોનુ ઉમેરી પરત આપવાની વાત કરી

જોધપુર ગામમાં રહેતી 27 વર્ષીય પરિણીતા મોનિકા શાહ ( નામો બદલેલ છે )પરિવાર સાથે રહે છે. વર્ષ 2021માં તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર શુભમ નામના આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી. પરિણીતાએ આ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ તે આઇડી ધારક સાથે તેને વાતચીત થતી હતી. પરિણીતાએ આ આઇડી ધારકને તેનું નામ પૂછતા તેણે શુભમ નાગર નામ આપ્યુ હતુ. રોજ આ આઇડી ધારક પરિણીતા સાથે વાતો કરતો હતો. વર્ષ 2022માં ડિસેમ્બરમાં શુભમ નાગરે પરિણીતા પાસે સોનુ માંગી તેમાં વધુ સોનુ ઉમેરી પરત આપવાની વાત કરી હતી.

આ પણ વાંચો:

જોધપુર ગામ પાસે 1.20 લાખના દાગીના આપી આવી

પરિણીતા પણ લાલચમાં આવી ગઇ હતી અને આઇડી ધારકે તેનો ભાઇ જય નાગર સોનુ લેવા આવશે તેમ કહ્યુ હતુ. બીજા દિવસે જય નાગરનો ફેન આવતા પરિણીતા તેને જોધપુર ગામ પાસે 1.20 લાખના દાગીના આપી આવી હતી. ત્યારબાદ જય નાગરે પરિણીતાને બીજી વાર વધુ ગોલ્ડ આપવુ પડશે તેમ કહી ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતુ. આરોપીએ આ પરિણીતાને ગોલ્ડ નહિ આપે તો તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ પરિણીતા પાસેથી બળજબરીથી સોનુ લઇ લીધુ હતુ.

આ પણ વાંચો: ગુજરાત: રખડતા શ્વાનનો આતંક, આ શહેરમાં દરરોજ 100 કેસનો આંકડો

પરિણીતાએ સોનુ પરત માંગતા તેણે મનાઇ કરી હતી

બાદમાં પરિણીતાએ સોનુ પરત માંગતા તેણે મનાઇ કરી હતી. જેથી પરિણીતાને શંકા ગઇ કે આરોપી ખોટા આઇડી બનાવી આ રીતે યુવતીઓ સાથે વિશ્વાસઘાત કરે છે. આરોપીએ આ પરિણીતા પાસેથી 3.35 લાખના દાગીના પડાવી લેતા આનંદનગર પોલીસે તે બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસમાં સામે આવ્યું કે હાલ આરોપી જય નાગર સામે બોપલ પોલીસસ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે તેની ઇસનપુર ખાતેથી ધરપકડ કરી છે.

આરોપી બેકાર હોવાથી તે ફેક આઇડી બનાવી યુવતીઓના નામ સર્ચ કરી આ રીતે ઠગાઇ અને વિશ્વાસઘાત કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આરોપીએ એક બે નહિ પણ અનેક યુવતીઓ પાસેથી નાણા કે સોનુ પડાવ્યુ હોવાની શંકા રાખી તપાસ શરૂ કરાઇ છે.

Back to top button