ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બેંકના એક મેનેજરનું ખુરશીમાં બેઠા-બેઠા થઈ ગયું મૃત્યુ, CCTV થયો વાયરલ

  • ઓફિસમાં કામ કરતા-કરતા કરતા બેંક મેનેજર અચાનક ખુરશીમાં ઢળી પડ્યા
  • સ્ટાફે બેભાન થયેલા બેંક મેનેજરને CPR આપી અને હોસ્પિટલ લઈ ગયા

ઉત્તર પ્રદેશ, 27 જૂન: હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લોકો રસ્તામાં ચાલતા-ચાલતા કે ઓફિસમાં કામ કરતા-કરતા પણ મૃત્યુ પામી રહ્યા છે. તાજેતરનો કિસ્સો ઉત્તર પ્રદેશના મહોબાથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓફિસમાં કામ કરતી વખતે એક બેંક મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તે ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે ખુરશી પર બેસીને અચાનક બેભાન થઈ ગયો. બેંકના સ્ટાફ દ્વાર બેંક મેનેજરને CPR આપી અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હાર્ટ એટેકની ઘટના CCTVમાં થઈ કેદ

હાર્ટ એટેકની બે મિનિટમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલો મહોબાના કબરાઈ શહેરમાં સ્થિત HDFC બેંકની મુખ્ય શાખા સાથે સંબંધિત છે. અહીં રાજેશ કુમાર શિંદે (38) રિજનલ મેનેજર તરીકે કામ કરતા હતા. લેપટોપ પર કામ કરતી વખતે તે બેહોશ થઈ ગયો હતો અને પછી તે ખુરશી ઢળી પડ્યો હતો. તેની બાજુમાં બેઠેલા કર્મચારીએ તે જોયું કે તરત જ તેણે અન્ય લોકોને બોલાવ્યા. ઘટના 19 જૂનની છે. તેનો વીડિયો 26 જૂને પ્રકાશમાં આવ્યો હતો.

બેંક કર્મચારીઓ આઘાતમાં

આ ઘટનાથી બેંકના બાકીના કર્મચારીઓ પણ આઘાતમાં છે. તેઓ માની શકતા નથી કે જે વ્યક્તિ થોડીવાર પહેલા વાત કરી રહ્યો હતો તે અચાનક કેવી રીતે મરી શકે. રાજેશ કુમાર શિંદે હમીરપુરના બિવર પોલીસ સ્ટેશન વિસ્તારના કબીરનગરનો રહેવાસી હતો.

ખુરશી પર બેઠા-બેઠા બેંક મેનેજર ઢળી પડ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખુરશી પર બેઠેલા 38 વર્ષના રાજેશ શિંદેની હાલત બગડવા લાગે છે. પછી તેઓ બેભાન થઈ જાય છે. તેની ગરદન પાછળની તરફ લટકે છે. રાજેશની બગડતી હાલત જોઈને નજીકમાં બેઠેલા અન્ય કર્મચારીઓ તેની પાસે દોડી આવ્યા. એક કાર્યકર CPR આરવાનો પ્રયાસ કરે છે.

અહીં જૂઓ વાયરલ CCTV:

 

સાથી કર્મચારીઓએ સી.પી.આર આપી

બેંક કર્મચારીઓ રાજેશને ખુરશી પરથી ઉઠાવીને બેંકની ગેલેરીમાં સુવડાવીને તેને સતત CPR આપતા રહે છે. રાજેશનું શરીર ધીમે ધીમે શાંત થવા લાગે છે, ત્યારબાદ સ્ટાફ તેને ઉપાડે છે અને બહાર પાર્ક કરેલી કારમાં બેસાડી કબરાઈ હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં થઈ રાજસ્થાનના રેગિંગ પીડિત વિદ્યાર્થીની સારવાર, સાતની ધરપકડઃ જાણો સમગ્ર કેસ

Back to top button