બસ અને ટ્રેનની જેમ ફ્લાઇટમાં પણ કીટલી લઈને આવ્યો ચાવાળો! મુસાફરોએ માણી મજા, જૂઓ વીડિયો
- વ્યક્તિ ફ્લાઈટમાં ખુલ્લેઆમ ગરમ-ગરમ ચાનું વિતરણ કરી રહ્યો છે અને મુસાફરો ચા પી રહ્યા છે
HD ન્યૂઝ ડેસ્ક, 24 ડિસેમ્બર: ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર દુકાનદારો બારીની બહારથી ચા વેચતા જોવા મળે છે. ઘણી વખત આ ચા વેચતા લોકો ડર્યા વગર ટ્રેન કે બસમાં પણ ચઢી જાય છે. તેઓ ચા વેચે છે, પૈસા લે છે અને તક જોતા જ ઉતરી જાય છે, પરંતુ આવા લોકો ક્યારેય ફ્લાઈટમાં જોવા મળતા નથી. જેનું પહેલું કારણ એ છે કે, એકવાર ફ્લાઈટમાં ચડ્યા પછી ઉતરવું મુશ્કેલ છે. બીજું કારણ એ છે કે, ફ્લાઈટની બારીની બહાર દોડીને ચા વેચવી અશક્ય છે અને છેલ્લું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ફ્લાઈટમાં આવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી, પરંતુ ઈન્ટરનેટ પર હાલના દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેન અને બસની જેમ જ ફ્લાઈટમાં ચા કાઢીને લોકોને પીવડાવતો જોવા મળે છે. વ્યક્તિ ફ્લાઈટમાં ખુલ્લેઆમ ગરમ-ગરમ ચાનું વિતરણ કરી રહ્યો છે અને મુસાફરો પણ ચાની મજા માણી રહ્યા છે.
જૂઓ વાયરલ વીડિયો
View this post on Instagram
View this post on Instagram
ફ્લાઇટમાં ચા પીરસવામાં આવી!
ચા લે લો, ગરમ-ગરમ ચા લે લો… તમે ટ્રેન કે બસમાં આવા અવાજો તો ઘણી વાર સાંભળ્યા હશે, પણ હવે ફ્લાઈટમાં પણ સાંભળી શકશો. ઈન્ડિયન ચાઈ વાલા નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલે આ વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ ફ્લાઈટમાં જ ચા વહેંચતો જોવા મળે છે. આ વ્યક્તિના હાથમાં થર્મોસ છે, જેમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે, જે દર્શાવે છે કે થર્મોસમાં જે પણ પ્રવાહી છે તે ખૂબ જ ગરમ છે, જેને તે ડિસ્પોઝેબલ ગ્લાસમાં ભરીને એક પછી એક લોકોને આપી રહ્યો છે. લોકો તેને આ રીતે ચા વહેંચતા જોઈને હસી રહ્યા છે અને ચા પણ લઈ રહ્યા છે.
એરવે છે કે રેલ્વે?
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક યુઝર્સનો પ્રશ્ન છે કે ફ્લાઈટમાં આ થર્મોસ અને ગરમ ચા લાવવાની મંજૂરી કેવી રીતે મળી? એક યુઝરે પૂછ્યું કે, “તે મુસાફરોને આટલી ખુલ્લેઆમ ચા કેવી રીતે વહેંચી શક્યો.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ ઈન્ડિગોની રેલવે છે.” બીજા યુઝરે લખ્યું કે, “આ સ્લીપર કોચ છે.“
આ પણ જૂઓ: માત્ર 20 રૂપિયામાં ટાલિયાપણા માંથી મુક્તિ! જાહેરાત જોઈ ગામ ગાંડું થયું, જુવો વીડિયો