ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

લોકોના દુ:ખ અને સમસ્યા સાંભળવા માટે માનવીએ ખોલી દુકાન

Text To Speech

ચીન, 17 જાન્યુઆરી : જેમ જેમ આપણું વિશ્વ પ્રગતિ કરી રહ્યું છે, તેમ ટેક્નોલોજી લાગણીઓ પર હાવી થતી જાય છે, તેથી સૌથી મોટું નુકસાન એ થઈ રહ્યું છે કે કોઈ પોતાની લાગણીઓ કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતું નથી. જો તેઓ કંઈક કહેવા માંગતા હોય તો પણ કોઈ સાંભળવવાળું નથી. કારણ કે દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં મગ્ન છે. દુનિયામાં જ્યાં કોઈ પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકતું નથી, તેથી એક વ્યક્તિએ ખાસ વાતો સાંભળવા માટે દુકાન ખોલી છે. તે દુઃખી લોકોની સમસ્યાઓ સાંભળે છે અને તેમને ચા પણ પીવડાવે છે. એક ફ્રેન્ચ બ્લોગરે પડોશી દેશ ચીનમાં આ ચાની દુકાન ખોલી છે. તે લોકો સાથે માત્ર વાત જ નથી કરતા, પરંતુ તેમની સમસ્યાઓનું સમાધાન પણ આપે છે.

લોકોને બોલાવીને તેના દુ:ખો સાંભળે છે

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, વ્યક્તિનું નામ રુએલ ઓલિવર હર્વ છે. તે ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉ શહેરમાં રહે છે અને ચાઈનીઝ સોશિયલ મીડિયા પર @tealovinglaolu નામથી એકાઉન્ટ ચલાવે છે. તેણે સ્ટ્રીટ સ્ટોલ ખોલ્યો છે, જ્યાં તે લોકોને તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરવા આમંત્રણ આપે છે. આ દરમિયાન તે તેમને ચા પણ પાય છે. તેણે બે ખુરશીઓ મૂકી છે, જેમાંથી એક પર તે પોતે બેસે છે અને બીજી પર તે આવનાર વ્યક્તિને બેસાડે છે અને શાંતિથી તેની વાત સાંભળે છે. તેણે સોશિયલ મીડિયા પર આને લગતા ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે.

લોકોએ આ પહેલની કરી પ્રશંસા

હાર્વે લોકોને સલાહ આપી છે કે, તેઓ સમસ્યાઓ લેખિતમાં લાવે અને બંને સાથે બેસીને તેનું સમાધાન લાવવાનો પ્રયાસ કરશે. હાર્વના સોશિયલ મીડિયા પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને લોકો તેની સ્ટોરીને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક તેમને તેમની અભ્યાસની સમસ્યાઓ વિશે જણાવે છે અને કેટલાક તેમના જીવનની સમસ્યાઓ વિશે પણ જણાવે છે. હાર્વે પણ તેની બાજુથી ઉકેલ આપવાનો પ્રયાસ કરે છે. યુઝર્સ તેના શાંત અને મીઠા સ્વભાવના વખાણ પણ કરે છે.

આ પણ વાંચો : બાળકોએ નાસાને પૂછ્યો સવાલ, શું આપણે તારા ખરીદી શકીએ?

Back to top button