- મુંબઈથી અમદાવાદ ફ્લાઈટમાં અધવચ્ચે જ યાંત્રિક ખામી સર્જાઇ
- અમદાવાદ એરપોર્ટ પર એમ્બયુલન્સ અને ફાયરની ટીમને સતર્ક કરાઈ
- ટેક-ઑફ થયાના 20 જ મિનિટમાં ફ્લાઈટમાં વિચિત્ર અવાજ આવ્યો
અમદાવાદ આવતી ઇન્ડિગોની ઉડતી ફ્લાઇટમાં ખામી સર્જાતાં પેસેન્જરોના જીવ તાવડે ચોંટયા હતા. જેમાં ઈન્ડિગોની મુંબઈથી અમદાવાદ ફ્લાઈટમાં અધવચ્ચે જ યાંત્રિક ખામી સર્જાઇ હતી. રાત્રે ટેક-ઑફ થયાના 20 જ મિનિટમાં ફ્લાઈટમાં વિચિત્ર અવાજ આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: 26માંથી 20થી વધારે મતક્ષેત્રોમાં નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે!
અમદાવાદમાં સલામત લેન્ડિંગ થતાં પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો
અમદાવાદમાં સલામત લેન્ડિંગ થતાં પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો, જય શ્રીરામના નારા લગાવ્યા હતા. એન્જિનમાં સર્જાયેલી ખામીનો અવાજ વધતાં પેસેન્જર અને ક્રુ સ્ટાફમાં ભય ફેલાયો હતો. મુંબઈથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકઓફ થયાના 20 મિનિટ બાદ યાંત્રિક ખામી સર્જાતાં પેસેન્જરોના જીવ તાવડે ચોંટયા હતા. એન્જિનમાં સર્જાયેલી ખામીનો અવાજ વધતાં પેસેન્જર અને ક્રુ સ્ટાફમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ ફ્લાઇટના પાયલટને થતાં તેઓએ એનાઉન્સ કરીને પેસેન્જરોને બેલ્ટને બાંધી રાખવાની સલાહ આપી હતી. પાયલટે આ અંગેની જાણ અમદાવાદ એટીસીને કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર જ લેન્ડ કરાવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ પગલે અમદાવાદ એરપોર્ટ પર એમ્બયુલન્સ અને ફાયરની ટીમને સતર્ક કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં રાહત, ગાંધીનગર ઠંડુગાર
અમદાવાદ એરપોર્ટ પર એમ્બયુલન્સ અને ફાયરની ટીમને સતર્ક કરાઈ
ફ્લાઇટની સફળતા પૂર્વક લેન્ડિંગ કરીને ઇન્ટરનેશનલ ટર્મિનલ ખાતે ઉભી રાખી દેવાઇ હતી. જોકે લેન્ડિંગ થઈ જતાં પેસેન્જરોએ રાહતનો શ્વાસ લીધો અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ઇન્ડિગોની મુંબઈથી અમદાવાદ આવતા એરક્રાફ્ટમાં યાંત્રિક ખામીને પગલે અવાજ શરૂ થતાં 90થી વધુ પેસેન્જરોના જીવ તાળવે ચોંટયો હતો. ઇન્ડિગોની મુંબઈથી ફ્લાઇટ નંબર 6E296એ રાત્રિના 9.40 ઉડાન ભર્યાના 20 મિનિટ બાદ જ એકાએક અવાજ શરૂ થતાં પેસેન્જરો અને ક્રુના શ્વાસ અધ્ધર થયા હતા. આ અંગેની જાણ પાયલટને થતાં તમામ પેસેન્જરોને સીટ બેલ્ટ બાંધવા સૂચન કરાયું હતું. ઇમરજન્સી લેન્ડિંગની શક્યતાઓ સર્જાતા પાયલટે અમદાવાદ એટીસીનો સંપર્ક કર્યો હતો. આ ફ્લાઇટમાં હાજર સિનિયર પાયલટે અમદાવાદ એરપોર્ટ પર જ લેન્ડ કરાવાનો નિર્ણય કર્યો હતો. ફ્લાઇટમાં યાંત્રિક ખામીને પગલે અમદાવાદ એરપોર્ટ પર એમ્બયુલન્સ અને ફાયરની ટીમને સતર્ક કરાઈ હતી.