ટ્રેન્ડિંગમનોરંજન

મલયાલમ સિંગરે મુસ્લિમ એક્ટરના હાથે એવોર્ડ લેવાનો ઈનકાર કરતા થયો ટ્રોલ

Text To Speech
  • અપકમિંગ મલયાલમ વેબ સીરીઝ ‘મનોરથંગલ’ને લઈને મલયાલમ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ શોમાં કમલ હાસન, મામૂટી, ફહાદ ફાઝિલ, મોહનલાલ, અભિનેત્રી મધુ જેવા દિગ્ગજ કલાકારો છે

સાઉથ ઈન્ડસ્ટ્રી હાલમાં ફિલ્મોથી લઈને OTT પ્લેટફોર્મ પર પણ ધાક જમાવી ચૂકી છે. અપકમિંગ મલયાલમ વેબ સીરીઝ ‘મનોરથંગલ’ને લઈને મલયાલમ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ શોમાં કમલ હાસન, મામૂટી, ફહાદ ફાઝિલ, મોહનલાલ, અભિનેત્રી મધુ જેવા દિગ્ગજ કલાકારો છે. આ સીરિઝ 15 ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે. આ પહેલા તેની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી જેમાં કંઈક એવું બન્યું જે ખૂબ જ ચર્ચામાં છે.

રમેશ નારાયણનો વીડિયો વાયરલ

‘મનોરથંગલ’ના ટ્રેલર લોન્ચમાં મલયાલમ ગાયક રમેશ નારાયણનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે અને તેમની ગેરવર્તણૂકને કારણે તેમની ટીકાઓ પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રમેશ નારાયણ મુસ્લિમ અભિનેતા આસિફ અલીના હાથે એવોર્ડ લેવાનો ઈન્કાર કરતા જોવા મળે છે. વીડિયોમાં આસિફ રમેશ નારાયણ તરફ આગળ વધે છે અને તેમને સન્માન સાથે સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) આપે છે. ગાયક તે લેવાનો ઇનકાર કરે છે અને ફિલ્મ મેકર જયરાજન નાયરને બોલાવે છે અને તેમની પાસેથી એવોર્ડ લે છે.

આ બધાની વચ્ચે અભિનેતા આસિફના ચહેરા પર પર હળવી સ્માઈલ જોવા મળે છે અને તે ધીમેથી પાછળ ખસી જાય છે. રમેશ નારાયણનું આવું વર્તન જોયા બાદ સોશિયલ મીડિયા પર તેમની ટીકાઓ થઈ રહી છે.

ટ્રોલ થયા સિંગર

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ અપમાનજનક હતું. તે પણ એક અનુભવી ઉંમરલાયક વ્યક્તિ પાસેથી. સન્માન નામની એક પાયાની વસ્તુ હોય છે, જેને ઉંચા સ્થાને પહોંચીને લોકો ભૂલી જાય છે. શરમ કરો રમેશ નારાયણ. બીજી તરફ લોકો એક્ટર આસિફના વખાણ કરી રહ્યા છે. આસિફે જે રીતે શાંતિથી આ ઘટનાની ડીલ કરી છે, તેની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચોઃ ફુલોના વરસાદ અને આરતી સાથે અનંત-રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

Back to top button