ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો, 2 ટ્રેન સામ-સામે અથડાઈ

Text To Speech

એક મહત્વપુર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં બાલાસોરના બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ છે. શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને તાત્કાલિક જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યશવંતપુર એક્સપ્રેસની સાથે કોરોમંડલ એક્સપ્રેસ 12841ની પાંચ બોગીયા ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી ઘણા લોકોના મોતની આશંકા છે.

આ પણ વાંચો: ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો, 2 ટ્રેન સામ-સામે અથડાઈ

Back to top button