અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULE : મહાબંદર કંડલા ખાતે મોટી દુર્ઘટના ટળી, શિક્ષિકાનું શરમજનક કૃત્ય, જાણો શું છે શિવરાજ સિંહ ચૌહાણનો મોટો દાવ

બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન પટકાયું
મહાબંદર કંડલા ખાતે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. જેમાં જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળેલ છે.

વધુ વાંચો : મહાબંદર કંડલા ખાતે મોટી દૂર્ઘટના ટળી : બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન ડ્રાઈવર સહિત પટકાયું, જૂઓ આ ભયાનક દ્રશ્યો

મહિલા શિક્ષિકાનું શરમજનક કૃત્ય
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મુસ્લિમ બાળકને માર મારવાનો મામલો ભારે ગરમાયો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્કૂલમાં શિક્ષિકા વર્ગખંડની અંદર જ હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ બાળકને મારવા માટે પ્રોત્સાહિત કરતી જોવા મળી રહી છે.

વધુ વાંચો : મહિલા શિક્ષિકાનું શરમજનક કૃત્ય, મુસ્લિમ બાળકને વર્ગના અન્ય બાળકો દ્વારા માર ખવડાવ્યો, રાજકારણ ગરમાયું

ગીતકાર દેવ કોહલીનું નિધન
પ્રખ્યાત ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન થયું છે. દેવ કોહલીએ આજે ​​મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવૂડમાં 100 થી વધુ ગીતો લખનાર દેવ કોહલીએ શાહરૂખ ખાનની બાઝીગર અને સલમાન ખાનની હમ આપકે હૈ કૌન જેવી હિટ ફિલ્મો માટે ગીતો લખ્યા છે. દેવ કોહલી છેલ્લા ઘણા દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા, ત્યારબાદ તેમને કોકિલા બેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેવ કોહલીએ 26 ઓગસ્ટના રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ વાંચો : ‘બાઝીગર’ થી ‘હમ આપકે હૈ કૌન’ સુધીની સુપરહિટ ફિલ્મોના ગીતો લખનાર ગીતકાર દેવ કોહલીનું નિધન

ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ
ભારતની ભૂમિ પર 5 ઓક્ટોબરથી વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટ મહાકુંભ માટે તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યાં બીજી તરફ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો : ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ, ટિકિટ વેચાણના પહેલા જ દિવસે વેબસાઇટ અને App ક્રેશ થઈ

ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં આતંકી નેટવર્કનો પર્દાફાશ
સુરક્ષા દળોએ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને CRPFની મદદથી બાંદીપોરા જિલ્લામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

વધુ વાંચો : ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં આતંકી નેટવર્કનો પર્દાફાશ, મહિલા સહિત 2 આતંકીઓની ધરપકડ

ગંગા નદીમાં ‘રામ’ લખેલો પથ્થર તરતો જોવા મળ્યો
આપણે બધાએ રામાયણમાં જ્યારે રામ ભગવાન સીતા માતાને રાવણના ચંગુલમાંથી બચાવા જાય છે. ત્યારે લંકા પહોંચવા માટે મસમોટો સમુદ્વ પાર કરવાનો હતો. ત્યારે હનુમાનજીએ સમુદ્ર દેવની પરવાનગી લઈને શ્રીરામ લખેલા પથ્થર પાણીમાં નાખતા તે પથ્થરો તરવા લાગ્યા હતા. આમ એક બાદ એક પથ્થર પાણીમાં નાખી રામસેતુ બનાવવામાં આવ્યો હતો. તે સમયની વાત સાંભળીને કદાચ તમારા મનમાં પ્રશ્ન ઉભો થઈ શકે કે આ ચમત્કાર કેવી રીતે થઈ શકે. ત્યારે ભગવાનનો આ ચમત્કાર હાલ પણ જોવા મળ્યો છે. જેમાં બિહારની રાજધાની પટના શહેરના રાજા ઘાટ પાસે ‘રામ‘ લખેલો પથ્થર પાણીમાં તરતો જોવા મળ્યો છે.

વધુ વાંચો : ગંગા નદીમાં ‘રામ’ લખેલો પથ્થર તરતો જોવા મળ્યો, લોકોની ભારે ભીડ ઉમટી, જૂઓ VIDEO

ચૂંટણી પહેલા શિવરાજ સિંહ ચૌહાણનો મોટો દાવ
શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેમના કેબિનેટમાં બદલાવ કર્યા છે. શનિવારે સવારે ત્રણ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. બાલાઘાટથી ગૌરીશંકર બિસેન, રીવાથી રાજેન્દ્ર શુક્લા અને ખડગપુરથી રાહુલ લોધીએ રાજભવનમાં શપથ લીધા હતા.

વધુ વાંચો : મધ્યપ્રદેશઃ ચૂંટણી પહેલા શિવરાજ સિંહ ચૌહાણનો મોટો દાવ, આ ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવ્યા

Back to top button