અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના ટળી, દરિયાપુરમાં મકાનની બાલ્કની ઘરાશાયી થતા 8 ભાવિકને ઈજા

Text To Speech

રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થાવાની ઘટના સામે આવી છે. જેના કારણે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો આ ઘટનામાં 3 બાળક સહિત 8 ભાવિકને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી છે.

રથયાત્રા બાલ્કની ધરાશાયી-humdekhengenews

દરિયાપુરમાં કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી

અમદવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળી છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના દર્શન ઉમડ્યા હતા. ત્યારે આ રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. બાલ્કની ધરાશાયી થવાના કારણે 3 બાળક સહિત 8 ભાવિકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા

ઘટનાને પગલે પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. અને પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદ આ રથયાત્રા આગળવધી હતી.

આ પણ વાંચો : રથયાત્રામાં સ્વચ્છતાનો સંદેશ : સ્ટૂડન્ટ ફોર સેવા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરાઈ

Back to top button