ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન પર મોટો ખતરો મંડરાયો, તાલિબાને ઈસ્લામાબાદ સામે યુદ્ધની કરી ઘોષણા

Text To Speech
  • હવાઈ હુમલાનો હેતુ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ને નિશાન બનાવવાનો: પાકિસ્તાન

નવી દિલ્હી, 27 ડિસેમ્બર, 2024: પાકિસ્તાન પર મોટો ખતરો મંડરાયો છે, કારણ કે હવે તાલિબાનનો રોષ ભભૂકી ઉઠ્યો છે.  અફઘાનિસ્તાન પર થયેલા ઘાતક હવાઈ હુમલાના બદલામાં તાલિબાને ઈસ્લામાબાદ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે અને બદલો લેવા માટે 15000 લડવૈયાઓને કૂચ કરવા માટે મોકલી દીધા છે. પાકિસ્તાને એ કહીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યો હતો કે, તેમનો હેતુ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી)ને નિશાન બનાવવાનો હતો. પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયમાં અનેક આતંકવાદી હુમલામાં પાકિસ્તાની અને ચીની નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેનો બદલો લેવા પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા, પરંતુ હવે એ પગલું પાકિસ્તાનને ભારે પડશે એવું લાગે છે.

 

પાકિસ્તાન એ પહેલું રાષ્ટ્ર હતું જેણે 2021માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાને શાસન સાંભળ્યું ત્યારે તેને માન્યતા આપવા માટે વિશ્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે, સંજોગોએ યુ-ટર્ન લીધો છે અને એવું લાગી રહ્યું છે કે, તાલિબાન પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી.

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ઘાતક હવાઈ હુમલો કર્યો હતો

પાકિસ્તાને 24 ડિસેમ્બરના રોજ સૈદ્ધાંતિક ડ્યુરન્ડ લાઇનની નજીક પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પ પર હવાઈ હુમલા કર્યા હતા, દેશના લોકોને આતંકવાદીઓથી બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે, TTP પાકિસ્તાન પર હુમલો કરવા માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ લોન્ચ પેડ તરીકે કરી રહ્યું છે.

બીજી તરફ, અફઘાનિસ્તાને કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસના ચાર્જ ડી અફેર્સને સમન્સ પાઠવ્યું અને સખત વિરોધ નોંધ આપી. ક્રોધિત તાલિબાને જાહેરાત કરી કે તેના 15,000 લડવૈયાઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મીરાલી સરહદ તરફ કૂચ કરી રહ્યા છે.

આ પણ જૂઓ:  શું US કંપનીઓ યોગ્યતાને આધારે નહીં, પરંતુ શોષણ માટે ભારતીય પ્રતિભા પસંદ કરે છે? જાણો

Back to top button