સનદની પરીક્ષાનું પેપર લીક થતાં BCI સામે સવાલ !
ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત્ છે. આ વખતે વકીલાતની સનદ માટે લેવાતી BCIની પરીક્ષાનું પેપર લીક કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જો કે રાજકોટથી વકીલાતની સનદ માટેની પરીક્ષાનું પેપર લીક થવા મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હરકતમાં આવ્યું છે. BCI નિવૃત્ત જજની કમિટી પાસે તપાસ કરાવશે. બે દિવસ પહેલા લેવાયેલી પરીક્ષાનું પેપર પહેલેથી જ ફોડી દેવાયું હતું. પેપર સોલ્વ કરીને તેની આન્સર કી પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.
- ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશનો સમાવેશ
- બાર કાઉન્સિલનાં સભ્ય જયંત જયભાવેનો સમાવેશ
- GNLUના ડાયરેકટર પ્રોફેસરનો પણ કમિટીમાં સમાવેશ
આ પરીક્ષામાં કાયદાના જાણકારોએ જ કૌભાંડ આચર્યું છે. રાજ્યભરના 2 હજારથી વધુ લોકોએ સક્રિય રીતે એકજૂટ થઈને પેપર ફોડવાનું આયોજન કર્યું હતું. જેનો મુખ્ય સૂત્રધાર રાજકોટનો છે. જિગ્નેશ જોષી નામના આ શખ્સે પરીક્ષાની પૂર્વ રાત્રિએ ટેલિગ્રામ ગ્રૂપમાં પેપર ફોડવાની ફોર્મ્યુલા રજૂ કરી હતી. જેમાં રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોના ઉમેદવારો જોડાયા હતા. 6 ગ્રૂપ બનાવીને આ મહાકૌભાંડ આચરવામાં આવ્યું હતું.
કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજકોટનો
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજકોટનો છે. જિગ્નેશ જોષી નામના આ શખ્સે પરીક્ષાની પૂર્વ રાત્રિએ ટેલિગ્રામ ગ્રૂપમાં પેપર ફોડવાની ફોર્મ્યુલા રજૂ કરી હતી. જેમાં રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોના ઉમેદવારો જોડાયા હતા. 6 ગ્રૂપ બનાવીને આ મહાકૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજકોટથી વકીલાતની સનદ માટેની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે, પેપર સોલ્વ કરીને તેની આન્સર કી પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી. રાષ્ટ્રીય સ્તરે લેવાતી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન એટલે કે સનદ માટેની છેલ્લી પરીક્ષામાં આ કૌભાંડ કાયદાના જાણકારોએ જ આચર્યું છે. રાજ્યભરના 2 હજારથી વધુ લોકોએ સક્રિય રીતે એકજૂટ થઈને પેપર ફોડવાનું આયોજન કર્યું હતું.