હાલમાં દેવભૂમિ દ્વારકામાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના પાછળના ભાગમાં અનેક લોકો ગેર કાયદેસર રીતે જમીન પર મકાનો અને ધાર્મિક સ્થળો બનાવી જમીન કોભાંડ કરવામાં આવી રહ્યું છે જેના પગલે હવે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સરકાર જમીન ખાલી કરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને સુરક્ષામાં ગોઠવવામાં આવ્યા છે. જાણે કે બેટ દ્વારકા છાવણીમાં ફેરવાય ગયું હોય. મળતી માહિતી મુજબ બેટ દ્વારકા આ સરકારી જમીન ખાલી કરાવવા માટે અંદાજીત 6 જિલ્લાની પોલીસને બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. આ ઓપરેશનના પગલે હાલ બેટ દ્વારકા જવા માટે યાત્રિકો અને મીડિયા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દ્વારકામાં જમીનના ભાવ દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. તો સાથે સાથે ભુ માફિયાઓ સક્રિય થઈ ગયા છે. જેના પગલે બેટ દ્વારકામાં આ મામલે ગઈકાલ રાતથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ મામલે સ્થાનિક તંત્ર અને આઇ.બી. દ્વારા ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે બેટ દ્વારકામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે બેટ દ્વારકામાં રેન્જ IG અને SP સહિત એક પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. બેટ દ્વારકામાં સરકારી જમીનો પર જે કેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કાર્યવાહી દરમિયાન કોઈ વિરોધ કે તોફાન ન થાય તે માટે ગઈકાલે રાત્રે દ્વારકાના અમુક લોકોને ઓખા મરીન પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : હેં ભગવાન ! મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાયો