ગુજરાતમાં ATS વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 100થી વધુ સ્થળોએ દરોડા


ગુજરાતમાં ATS વિભાગ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત 100થી વધુ સ્થળોએ ATS અને GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં દેશ વિરોધી પ્રવૃતિ કરતા અને આર્થીક નુકસાન પહોચાડતા 90 જેટલા લોકો સામે ઓપરેશન ચલાવી તેમની અટકાયત કરી હતી.
ATS વિભાગનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ATS વિભાગે મોટું ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં આજે ATS દ્વારા મોટીં કામગીરી હાથ ધરતા આજે જુહાપુરા ખાતેથી MD ડ્રગ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે અગાઉ ભૂજથી 2.80 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતુ. જે બાદ આજે બીજા બે આરોપીઓની અટકાયત કરી છે. જેમાં ATSએ ડ્રગ નેટવર્કમાં દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરી છે. અને આરોપી પાસેથી 8 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો:ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોના નામની થઈ પસંદગી
8 કિલો હેરોઈન ઝડપાયું
ગુજરાત ATSએ દિલ્હીમાં મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. 8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકની નવી દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈનની કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા છે. અમન નામના અફઘાનિસ્તાની નાગરિકે ઓક્ટોબર મહિનામાં 50 કિલો હેરોઈન પાકિસ્તાનથી મગાવ્યું હતુ. જે તે સમયે ગુજરાત ATSએ છ પાકિસ્તાની સાથે દરિયામાંથી બોટ પકડી 50 કિલો હેરોઇન કબ્જે કર્યું હતુ.