ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં લાગી વિકરાળ આગ 

  • ફાયર વિભાગની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
  • આગ લાગવા પાછળનું કારણ હજુસુધી અકબંધ

સુરતમાં ફરી એક વખત મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પ્રયાગ ડાઇંગ મિલમાં આજે ભીષણ આગ ભભૂકી ઊઠી છે. બનાવની જાણ ફાયર વિભાગને થતાં શહેરનાં 6 ફાયર સ્ટેશનથી કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. 17થી વધુ ફાયર વિભાગની ગાડી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરી રહી છે પરંતુ ફાયર વિભાગ માટે પણ બંધ શેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવો પડકારજનક સાબિત થઈ રહ્યો છે. વિકરાળ આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મિલમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈ ફાયર વિભાગના જવાનો તપાસ કરી રહ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કયા કારણોસર આગ લાગી તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

 

અહેવાલો મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી છે. મિલના બંધ શેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવો ફાયર બ્રિગેડના જવાનો માટે પણ પડકારજનક સાબિત થઈ રહ્યો છે. મિલના કામદારોને યુનિટમાં આગના ધુમાડા નજરે પડતા તાત્કાલિક તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનશીબે ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી પરંતુ મોટા નુકસાનનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે તેમજ આ આગ કયા કારણોસર લાગી તેની ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મિલમાં ડાઇંગની શું કામગીરી કરવામાં આવી રહી હતી ?

ડાઇંગએ ઇચ્છિત રંગની સ્થિરતા સાથે રંગ પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે ફાઇબર, યાર્ન અને કાપડ જેવી ટેક્સટાઇલ સામગ્રી પર રંગો અથવા રંગદ્રવ્યોનો ઉપયોગ છે. રંગકામ સામાન્ય રીતે રંગો અને ચોક્કસ રાસાયણિક સામગ્રી ધરાવતા વિશિષ્ટ દ્રાવણમાં કરવામાં આવે છે. ડાઇંગ અને પ્રિન્ટીંગ એ અલગ છે. પ્રિન્ટીંગમાં ઇચ્છિત પેટર્ન સાથે સ્થાનિક વિસ્તાર પર રંગ લાગુ કરવામાં આવે છે. ડાઇંગમાં તે સમગ્ર કાપડ પર લાગુ થાય છે. આગ લાગી તે ડાઇંગ મિલમાં આવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી.

 

આ પણ જાણો :સુરેન્દ્રનગરમાં ST બસ પલટી, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

Back to top button