કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહાબંદર કંડલા ખાતે મોટી દૂર્ઘટના ટળી : બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન ડ્રાઈવર સહિત પટકાયું, જૂઓ આ ભયાનક દ્રશ્યો

Text To Speech
  • બેલ્ટ તૂટી જતાં મહાકાય ક્રેન પટકાયું
  • હાઇડ્રા ક્રેનને ડ્રાઇવર સહિત ઊંચકીને જહાજમાં મૂકતા સમયે દુર્ઘટના સર્જાઈ

મહાબંદર કંડલા ખાતે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. જેમાં જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળેલ છે.

બેલ્ટ તૂટી જતાં હાઈડ્રા ક્રેન પટકાયું
પ્રાપ્ત વિગતો અનુસાર,મહાબંદર કંડલા ખાતે M.V. કોપનહેગન ઈગલ નામનું જહાજ કંડલા પોર્ટની જેટી નંબર છ ખાતે બર્થ થયું હતું. ત્યાર બાદ જહાજમાં રહેલા માલસામાનના અનલોડિંગ માટે પોર્ટ સ્થિત મહાકાય ક્રેન દ્વારા બેલ્ટ બાંધી હાઈડ્રા મશીનને જહાજની અંદર લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. એ દરમિયાન બેલ્ટ તૂટી જતાં હાઈડ્રા ક્રેન પટકાયું હતું, જોકે સદનસીબે એ સમયે જેટી પર કોઈ હાજર નહોતા, આથી મોટી જાનહાનિ ટળી હતી.

ક્રેન-ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
મહત્વનું છે કે,હાઇડ્રા ક્રેનમાં રહેલા ક્રેન-ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આ અંગે દિન્યાય પોર્ટ ઓથોરિટીના PRO ઓમ પ્રકાશ દદલાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે મહાબંદર કંડલા ખાતે છ નંબર જેટી પર આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : MORNING NEWS CAPSULE : તમિલનાડુમાં મોટી દૂર્ઘટના, યુવતીઓને ઇમ્પ્રેસ કરવા યુવક બન્યો નકલી પાયલોટ, જાણો કોણે ચંદ્રયાન-3 વિશે કર્યો ચોંકાવનારો દાવો

Back to top button