રાજસ્થાન: જોધપુર દુર્ઘટનામાં મોત આકંડો 33 પર પહોંચ્યો, 53 લોકો દાઝ્યા
રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢમાં આવેલ ભૂંગરા ગામમાં મોટી દુર્ટના સર્જાઈ હતી. જે ગેસ દુર્ઘટનામાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. તેમજ 53 લોકો દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ જોધપુરના જીલ્લામા લગ્ન સમારંભમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં અત્યાર સુધી કેટલા લોકોના મોત થયાનો સ્પષ્ટ આકંડો સામે આવ્યો ન હતો. જે બાદ આજે આ ઘટનામાં 53 લોકો દાઝી ગયા તેમજ 33 લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી રહી છે.
આ પણ વાંચો: રાજસ્થાનના જોધપુર નજીક હાઇવે ઉપર કાર સળગી ઉઠતાં ચાલક ભડથું
એક જ કલાકમાં 50 થી 60 ઈમરજન્સી કેસ નોંધાયા
રાજસ્થાનના ભૂંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ કલાકમાં 50 થી 60 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં ડોક્ટર પાસેથી મળતી માહિતી મુજબ પહેલા એક કલાકમાં જ 53 દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે લાવવામાં આવ્ચા હતા.
33 લોકોના સારવાર દરમિયાન મોત
પોલીસે આ ઘટના અંગે જણાવ્યુ હતુ કે ,અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જોધપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના ગત 8 ડિસેમ્બરે લગ્ન સમારોહ દરમિયાન બની હતી. તે સમયે પીડિત પરિવારના ઘરેથી લગ્નની સરઘસ નીકળી રહી હતી ત્યારે ગેસ સિલિન્ડરમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. જેના કારણે ત્યાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 53થી વધુ લોકો દાઝી ગયા હતા. બાદમાં તમામ ઘાયલોને જોધપુર લાવવામાં આવ્યા હતા. જે બાદ 33 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.