અમદાવાદના લોકોની સુવિધા માટે તમામ સિવિક સેન્ટરો બાબતે લેવાયો મોટો નિર્ણય
- સિવિક સેન્ટરો સવારે 9 30થી સાંજે 7-00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય
- મહિનામાં એક વાર વોર્ડ કમિટીની બેઠક યોજવા પણ સૂચના
- તા. 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના કામ પૂરા થશે
અમદાવાદના લોકોની સુવિધા માટે તમામ સિવિક સેન્ટરો બાબતે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં શહેરના તમામ સિવિક સેન્ટરો સાંજે સાત સુધી ખુલ્લાં રાખવાનો નિર્ણય છે. વર્ષના અંત સુધીમાં આંગણવાડીઓમાં સાધનો મૂકવા તાકીદ છે. તેમજ મહિનામાં એક વાર વોર્ડ કમિટીની બેઠક યોજવા પણ સૂચના છે.
આ પણ વાંચો: PM Modi સુરત મુલાકાતે આવશે, નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે
સિવિક સેન્ટરો સવારે 9 30થી સાંજે 7-00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય
DYMC દ્વારા બ્રીફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તમામ સિવિક સેન્ટરો સવારે 9 30થી સાંજે 7-00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની સાતેય ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટરો આવેલા છે અને આ સિવિક સેન્ટરો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે અને તા. 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના કામ પૂરા થશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના ધારાસભ્યનું facebook એકાઉન્ટ હેક થયું
આંગણવાડીઓમાં બાળકોની સગવડતા માટે પાથરણાં સહિત જરૂરી સાધનો મૂકવા સૂચના
AMC દ્વારા કોન્ટ્રાક્ટથી આપવામાં આવેલા ‘પે એન્ડ પાર્કિંગ’માં વાહનો મૂકવા માટેના ભાડાની વિગતો, કોન્ટ્રાક્ટરનું નામ, મોબાઈલ નંબર, વગેરે માહિતી દર્શાવતા બોર્ડ ફરજિયાતપણે મૂકવાની તાકીદ કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડમાં મહિનામાં એકવાર વોર્ડ કમિટીની બેઠક યોજવા અને DYMC દ્વારા તેનું મોનિટરિંગ કરીને તે અંગેનું બ્રીફિંગ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની સૂચના અપાઈ છે. આંગણવાડીઓમાં બાળકોની સગવડતા માટે પાથરણાં સહિત જરૂરી સાધનો મૂકવા સૂચના અપાઈ છે.