GST કાઉન્સિલની તાજેતરની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, આ બાબતમાં વધારાનો કર નહિ લાગે
- વોરંટી સમય દરમિયાન મફત પાર્ટસ કે સેવાઓ ઉપર વધારાનો કર આપવો પડશે નહિં
- વોરંટી સમય દરમિયાન પાર્ટ્સ બદલવા ઉપર કોઇ જીએસટી લાગતો નથી
- તાજેતરમાં જ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાયો
GST કાઉન્સિલની તાજેતરની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં વોરંટી સમય દરમિયાન પાર્ટ્સ બદલવા ઉપર કોઇ જીએસટી લાગશે નહિ. જીએસટી અધિકારીઓએ હવે વસૂલેલો ટેક્સ ક્રેડિટ તરીકે પરત આપવો પડશે. કંપનીઓને વોરંટી સમય દરમિયાન મફત પાર્ટસ કે સેવાઓ ઉપર વધારાનો કર આપવો પડશે નહિં.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ મેઘમહેર
વોરંટી સમય દરમિયાન પાર્ટ્સ બદલવા ઉપર કોઇ જીએસટી લાગતો નથી
વોરંટી સમય દરમિયાન પાર્ટ્સ બદલવા ઉપર કોઇ જીએસટી લાગતો નથી. આ બાબતની સ્પષ્ટતા તાજેતરમાં જ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. જીએસટી અધિકારીઓએ કંપનીઓને નોટિસ મોકલીને કહ્યું છે કે, તે આ કરવેરાને ક્રેડિટના રૂપમાં પ્રાપ્ત રકમ પરત કરે જો તેમને મફતમાં આપવામાં આવેલા પાર્ટ્સ પર પહેલાથી જ કરની ચૂકવણી કરી છે. જીએસટી કાઉન્સિલે તાજેતરમાં જ વોરંટી સમય દરમિયાન પાર્ટ્સ અને ચીજ વસ્તુઓ બદલવા અથવા તો રિપેરિંગ સેવા ઉપર ટેક્સ લગાવવામાં આવે કે નહિ તે મુદ્દો રજૂ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં બોગસ બિલિંગને અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગની કડક કાર્યવાહી
ચીજ વસ્તુ તૂટી જાય કે નુકસાન થાય તો મફતમાં બદલવા અથવા તો રિપેર કરવી પડે
કાઉન્સિલે જાહેર કર્યુ હતું કે, વોરંટી દરમિયાન મફતમાં આપવામાં આવનારા પાર્ટ્સ અથવા તો રિપેર સેવાઓ પર કોઇ જ જીએસટી નહિ લાગે. જો કે કંપનીઓ હજી પણ આ ઉદ્દેશ માટે તેમને માલ પૂરો પાડનારાઓ પાસેથી મળેલા પાર્ટ્સ અને વસ્તુઓ પર ચૂકવવામાં આવેલા ટેક્સ સામે ક્રેડિટ મેળવી શકે છે. જ્યારે કંપની ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારે ક્યારેક – ક્યારેક તેને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જો ચીજ વસ્તુ તૂટી જાય કે નુકસાન થાય તો મફતમાં બદલવા અથવા તો રિપેર કરવી પડે છે. જેને વોરંટી અથવા ગેરંટી સમય કહેવામાં આવે છે. જ્યારે ટેક્સની વાત આવે છે ત્યારે આ એક મુશ્કેલી થઇ શકે છે. લોકોને પણ થાય છેકે, શું તેમને મફતમાં આપવામાં આવેલા પાર્ટ્સ અથવા તો વોરંટી દરમિયાન આપવામાં આવેલી સેવા ઉપર કર ચૂકવવો પડે. તેમને એ પણ થાય છેકે, શું તેમને આ હિસ્સા ઉપર પહેલાથી ચૂકવવામાં આવેલા કરના નાણાં પરત મળી શકે છે. આ થોડી જટિલ બાબત છે, પરંતુ મૂળ રીતે જીએસટી કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છેકે, કંપનીઓને વોરંટી સમય દરમિયાન મફત પાર્ટસ કે સેવાઓ ઉપર વધારાનો કર નહિ આપવો પડે.