ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મુનાવર ફારુકી વિરુદ્ધ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદે પદાર્થનું સેવન કરતો ઝડપાયો

Text To Speech
  • મુંબઈ પોલીસે બિગ બોસના વિજેતા મુનાવર ફારુકીની હુક્કા પાર્લરમાંથી અટકાયત કરી 

મુંબઈ, 27 માર્ચ: બિગ બોસ વિજેતા મુનાવર ફારુકીનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. એક પછી એક નવા કેસોમાં તેનું નામ સામે આવતું રહે છે. ક્યારેક તે વિવાદાસ્પદ ટીપ્પણીઓને કારણે તો ક્યારેક પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે તેના પર ગંભીર આરોપો લાગ્યા છે અને મુંબઈ પોલીસે તેની સામે મોટી કાર્યવાહી કરી છે. બિગ બોસના વિજેતા મુનાવર ફારુકીની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. મુનાવર ફારુકી મુંબઈમાં હુક્કા પાર્લરમાં ગેરકાયદેસર પદાર્થનું સેવન કરતી વખતે ઝડપાયો છે. દક્ષિણ મુંબઈના હુક્કા પાર્લરમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે દરોડો પાડ્યો

ગત મંગળવારે મોડી રાત્રે, મુંબઈ પોલીસની SS શાખા (સામાજિક સેવા શાખા)એ એક હોટલ પર દરોડો પાડ્યો હતો, જેમાં હુક્કાબાર પણ હતો, જ્યાં બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી સહિત કુલ 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, તે જામીનપાત્ર ગુનો હોવાથી પોલીસે નોટિસ આપી અને મુનાવર ફારૂકીને જવા દીધો. હાલ MRI પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં હુક્કા પાર્લર પર પ્રતિબંધ છે

હકીકતમાં, મંગળવારે મોડી રાત્રે પોલીસે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી સબલાન હોટલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં તમાકુ, ગુટકા અને હુક્કા સાથે સંબંધિત ઉત્પાદનો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હુક્કા પાર્લરો પર પ્રતિબંધ છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ હુક્કા પાર્લર ધમધમે છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલમાં તમાકુની બનાવટો સાથેનું હુક્કા પાર્લર ચાલતું હતું.

આ પણ જુઓ: ડિવોર્સ બાદ નવાઝુદ્દીનનું પત્ની આલિયા સાથે પેચઅપ? એનિવર્સરીની પોસ્ટ પર લોકો ભડક્યા!

Back to top button