ટોપ ન્યૂઝનેશનલ

કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી – ચેન્નાઇ એરપોર્ટ પરથી 100 કરોડના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

Text To Speech

નેશનલ ડેસ્કઃ ચેન્નાઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં ડ્ર્ગ્સ પકડી પાડ્યું છે. ઇથોપિયન એરલાઈન્સ દ્વારા આદીસ અબાબાથી આવતા એક મુસાફર પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારી અનિલ કુમારના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

ચેન્નાઈ એર કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 11 ઓગસ્ટના રોજ ઈથોપિયન એરલાઈન્સ દ્વારા આદીસ અબાબાથી પહોંચેલા ભારતીય મુસાફર ઈકબાલ બી. ઉરંદડીને AIU અધિકારીઓએ અટકાવ્યો હતો. તેમની પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

નિવેદન અનુસાર, ‘મુસાફરની તપાસ અને તેના એન્કાઉન્ટરમાં, કોકેઈન અને હેરોઈન મળી આવ્યા હતા. મુસાફરે તેને ચેક-ઈન સામાન અને જૂતામાં છુપાવી દીધું હતું. તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.’

Back to top button