કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી, ઓવરબ્રિજની કામગીરી દરમિયાન અચાનક ક્રેઇન કાર પર ખાબકી

Text To Speech

રાજકોટમાં ફરી એક વાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ પરથી ક્રેઇન એક કાર પર પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

ઓવરબ્રિજ પરથી 40 ફૂટ ઉપરથી ક્રેન નીચે પટકાઈ

રાજકોટમાં અનેક વાર તંત્રની બેદરકારીના કારણે સામાન્ય માણસોને તકલીફ વેઠવી પડતી હોય છે. તંત્ર દ્વારા કામગીરી દરમિયાન રાખવામાં આવતી બેદરકારીના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. જાણકારી મુજબ રાજકોટના ગોંડલબ્રીજ પર નિર્માણકાર્ય દરમિયાન અચાનક ક્રેન નીચે પટકાઈ હતી. અહી ઓવરબ્રિજમાં 40 ફૂટ ઉપરથી ક્રેન નીચે પટકાઈ હતી. જેના કારણે નીચે ઉભેલી કારને મોટા પાયે નુકશાન પહોંચ્યું હતું. જો કે સદનશીબે આ ઘટનામાં 7 લોકોનો ચમત્કારીક બચાવ થયો છે.

7 લોકોનો ચમત્કારિક બચાવ

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ પર કામકાજ ચાલી રહ્યુ હતું. ઓવરબ્રિજ ઉપરથી 40 ફૂટ નીચે ક્રેઇન પડી ગઇ. આ દરમિયાન નીચે ઉભેલી એક ઇકો કારમાં સાત લોકો સવાર હતા. સદનશીબે આ 7 લોકોને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું. પરંતુ નીચે ઉભેલી કારને મોટા પાયે નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને ઘટના બનતા થોડા સમય માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેથી થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

રાજકોટ ક્રેન દુર્ઘટના -HUMDEKHENGENEWS

 

તંત્રની કામગીરી પર ઉઠ્યા  સવાલ

આ ઘટના બાદ લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આજે શાપર ઇન્ડસ્ટ્રીઝ બંધ હોવાને કારણે વાહનોની અવર જવર ઓછી હતી. બાકી અન્ય દિવસોમાં આજ કરતા ત્રણથી ચાર ઘણા વાહનોની અવર જવર થતી હોય છે. જેથી જો આ ઘટના અન્ય કોઈ દિવસે બની હોત તો તેમાં જાનહાનીની સંભાવના વધારે હતી. આ સાથે સ્થાનિકોએ તંત્ર પર આરોપ લગાવ્યો હતો કે તંત્ર દ્વારા બ્રિજનું કામકાજ ગોકળ ગાયની ગતિએ કરવામાં આવી રહ્યું છે. અને અહી કરવામાં આવતા કામકાજમાં પણ ઘોર બેદરકારી દાખવવવામાં આવે છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.

આ પણ વાંચો : અમદાવાદનું નામ બદલવાની માંગ ફરી ઉઠી, હવે કોણ કરી કહ્યું છે માંગ ? 

Back to top button