ટોપ ન્યૂઝનેશનલ

J&K : માછિલ સેક્ટરમાં મોટી દુર્ધટના, હિમસ્ખલનના કારણે 3 જવાનો શહિદ

જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં એક મોટી દુર્ધટના સર્જાયી છે. હિમસ્ખલનના કારણે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, 1 જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત 3 જવાનોની ટીમ ઊંડી ખીણમાં લપસી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 જવાનો શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સવારે એક મોટી દુર્ધટના સર્જાયી. કુપવાડા જિલ્લામાં LoC પર નિયમિત પેટ્રોલિંગ ઓપરેશન દરમિયાન ઊંડી ખીણમાં પડી જવાથી જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત ત્રણ સૈનિકોના મોત થયા હતા. ભારતીય સેનાએ આ દુર્ઘટના વિશે જણાવ્યું કે, આ લોકો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. આ વિશે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં Loc નજીક માછિલ સેક્ટરમાં, હિમસ્ખલનના કારણે એક ઊંડી ખીણમાં લપસી જવાથી એક JCO અને બે સૈનિકોના મોત થયા હતા.

ત્રણેયના મૃતદેહ મળી આવ્યા

શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વીટ કર્યું, “આગળના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ ઓપરેશન દરમિયાન, એક JCO અને અન્ય બે જવાનો હિમસ્ખલનના કારણે બરફમાં લપસીને ઊંડી ખાડીમાં પડ્યા હતા. ત્રણેય વીર જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. અગાઉ ગત વર્ષે 18 નવેમ્બરે માછિલ સેક્ટરમાં જ આવી જ ઘટના બની હતી. સેનાના આ ત્રણ જવાનો હિમસ્ખલનની ઝપેટમાં આવતા શહીદ થયા છે. આ દુર્ઘટના વિશે અધિકારીઓનું કહેવું હતું કે સેનાની 56 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના ત્રણ જવાનો LoC નજીક કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનનો ભોગ બન્યા હતા.

Indian Army - Humdekhengenews

અગાઉ પણ આવો જ થયો હતો અકસ્માત

આ ઘટના અંગે શ્રીનગર સ્થિત રક્ષા મંત્રાલયના જનસંપર્ક અધિકારી કર્નલ આમરોન મુસાવીએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ગનર સોવિક હઝરાને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : યુએનના અહેવાલમાં દાવો, આટલા મહિનામાં વસ્તી બાબતે ચીનનો રેકોર્ડ તોડશે ભારત !

કર્નલ મૌસાવીએ કહ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચકાસણી બાદ, ગનર સોવિક હઝરાને નજીકની પોસ્ટ પર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગનર સોવિક હઝરાને લઈ જવા દરમિયાન, કેટલાક પેટ્રોલિંગ ઓફિસરો મોટા પ્રમાણમાં હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. તેમણે કહ્યું કે નજીકની ચોકી પરથી તરત જ સૈનિકો સાથે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Back to top button