ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કારગીલ અને પાડોશી દેશ શ્રીલંકામાં ભૂકંપના જોરદાર આચંકા અનુભવાયા

Text To Speech

ભારતમાં કારગીલ અને પાડોશી દેશ શ્રીલંકામાં ભૂકંપના જોરદાર આચંકા અનુભવાયા છે.  કારગીલમાં લદ્દાખ નજીક કારગીલમાં 4.4 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ભારતના લદ્દાખના કારગીલથી 314 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 1.08 વાગ્યે સપાટીથી 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

જ્યારે પાડોશી દેશ શ્રીલંકાના કોંલબોમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે શ્રીલંકામાં ભૂકંપ આજે બપોરે 12.31 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી કોલંબોના દક્ષિણ-પૂર્વમાં 10 કિલોમીટર દૂર હતું. હાલમાં કોઈ જાનહાનિ કે નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. જો કે, ભૂકંપના આચંકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

શ્રીલંકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને ખાણ બ્યુરોએ જણાવ્યું હતું કે ભૂકંપથી કોઈ ખતરો નથી. જો કે, શ્રીલંકાના સત્તાવાળાઓ હાલમાં સિસ્મિક પ્રવૃત્તિની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આ ઉપરાંત 3 નવેમ્બરના રોજ પાડોશી દેશ નેપાળમાં વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 128 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 11 નવેમ્બરે અન્ય પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આચંકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

નોંધનીય છે કે, પૃથ્વીની અંદર રહેલી ટેકટોનિક પ્લેટ્સ સરકી જતાં ભૂકંપ સર્જાય છે. આ દરમિયાન ક્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. આવા સંજોગોમાં જ ધરતીકંપ આવે છે અને ધરતી ધ્રૂજે છે. આ પ્લેટ્સ સપાટીથી લગભગ 30-50 કિલોમીટર નીચે છે.

આ પણ વાંચો: નેપાળમાં 6.4 તીવ્રતાના ભૂકંપથી તબાહી સર્જાઈ, 128નાં મૃત્યુ

Back to top button