ગુજરાતટોપ ન્યૂઝ

વલસાડના પારડી હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી, મુસાફરોના જીવ પડિકે બંધાયા

Text To Speech
  • ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી
  • લક્ઝરી બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઇ છે
  • બસમાં આગ લાગતા 18 મુસાફરોનો આબાદ બચાવ થયો

વલસાડના પારડી હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી હતી. જેમાં મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. તેમજ 18 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. તેમજ બસમાં મુકેલી રૂ. 9 લાખની સાડીઓનો બળીને ખાખ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય જેવું ખતરનાક વાવાઝોડુ તેજ આવવાની શક્યતા, જાણો ક્યારે થશે અસર 

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

ઉલ્લેખનીય છે કે સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં આગ લાગી હતી. જેમાં સુરતથી મુંબઈ વચ્ચે લકઝરી બસમાં આગ લગતા અફરાતફરી મચી હતી. આગ ઓલવવા વલસાડ, પારડી, વાપી સહિતના ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. લક્ઝરી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. પણ લક્ઝરી બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઇ છે.

ખાનગી બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી

ખાનગી બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 18 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોઇ શકે છે.

Back to top button