કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

રાજકોટના રાજવી માંધાતાસિંહે સહપરિવાર વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યું

Text To Speech

રાજકોટઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં સામાન્ય લોકોની માંડીને સેલિબ્રિટી પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે રાજકોટના રાજવી પરિવારે પણ  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  રાજકોટના રાજા માંધાતાસિંહ પોતાના પરિવાર સાથે વિન્ટેજ કારમાં મતદાન કરવા આવ્યા હતા.

Gujarat Assembly Election 2022
માંધાતાસિંહ અને તેમના પરિવારે તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી

રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજા, મહારાણી કાદમ્બરી દેવી અને

મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માંધાતાસિંહ અને તેમના પરિવારે તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી.

Gujarat Assembly Election 2022
રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજા, મહારાણી કાદમ્બરી દેવી અને રાજકુમારી મૃદુલા કુમારી મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા.

માંધાતાસિંહ રણજીત વિલાસ પેલેસથી વિન્ટેજ કારમાં હાથી ખાનામાં આવેલી જૂની રાષ્ટ્રીય મ્યુન્સિપલ પ્રાથમિક શાળા નંબર 31માં મતદાન કરવા પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી એ લોકશિક્ષણનો ઉત્સવ અને લોકશાહીનો મહોત્સવ છે ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અગાઉની ચૂંટણીની જેમ જ આ વખતે પણ પોતાની વિન્ટેજ કારમાં બેસીમાં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. અને પોતાની મતાધિકારની

Back to top button