ગુજરાતમધ્ય ગુજરાત

નવાગામમાં ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો, પાંચ ફરિયાદ નોંધાઈ

Text To Speech

રાજ્યમાં વ્યાજખોરીનું પ્રમાણ વધતા સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાંલ આંખ કરવામા આવી છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં વ્યાજખોરો લોકો સાથે વધુ વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મુહીમ ચલાવી ચલાવી છે. જેથી વિવિધ શહેરોના પોલીસ અધિકારીઓ ગામે ગામ જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેમના પ્રકશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.  જેના ભાગરૂપે નવાગામ ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કપડવંજ ડીવાયએસપી વી.એન સોલંકીના અધ્યક્ષ સ્થાને તાલુકાના નવાગામે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોક દરબાર કાર્યક્રમ યોજ્યો હતો.

નવાગામમાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો

લોક દરબાર કાર્યક્રમ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા ડી વાય.એસ.પી વી.એન સોલંકીએ જણાવ્યું હતું કે વ્યાજના વીષચક્રમાં ફસાયેલા લોકોને ન્યાય આપી આ વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વ્યાજના ચક્રમાં ફસાયેલા હોય અને કોઈ વ્યાજખોર ખોટી રીતે હેરાન કરતો હોય તો તે બાબતે પોલીસ મથકે જઈ અરજી આપવાની રહેશે પોલીસ વિભાગ દ્વારા જેની તપાસ કરી વ્યાજ ખોર સામે તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વ્યાજખોરી-humdekhengenews

કપડવંજમાં કુલ 5 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ 

કપડવંજ ટાઉન પોલીસ મથકમાં 3, કપડવંજ રૂરલ પોલીસ મથકમાં 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આતરસુંબા પોલીસ મથકે હજુ સુધી એક પણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ નથી. આ પ્રસંગે કપડવંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ખેડા જિલ્લાના સહકારી આગેવાન જયેશભાઈ પટેલ, નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો લોક દરબાર કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પેપરલીક મામલે લવાશે નવો કાયદો, પેપર ફોડનારાની સંપત્તી અને ખરીદનારાની કારકિર્દી થશે જપ્ત

Back to top button