ખાવામાંથી નીકળ્યો જીવતો કીડો, ગ્રાહકની ફરિયાદ બાદ જે જોવા મળ્યું એ…
- હોટલમાં જમવા ગયેલા યુવકોને થયો કડવો અનુભવ
- શાકભાજીમાંથી જીવતો કીડો નીકળતા કરી ફરિયાદ તો હોટલ સ્ટાફે કરી મારપીટ
- પોલીસે હોટલ પહોંચી રસોડાની હાલત જોઈ તો તેઓ ચોંકી ઉઠ્યા
તિરુપતિ, 21 જૂન: આંધ્રપ્રદેશના તિરુપતિમાં એક યુવક તેના મિત્રો સાથે ભોજન કરવા હોટલમાં આવ્યો હતો. હોટલમાં આવ્યા પછી તેણે ખાવાનું ઓર્ડર કર્યું. કેળાના પાનમાં ખોરાક લાવવામાં આવ્યો હતો. તરત જ યુવાને અડધી રોટલી ખાધી. તે પછી અચાનક તેની નજર શાકભાજી પાસે રખડતી જીવાત પર પડી. આ જોતાં જ તેના હોશ ઉડી ગયા. એક કાળો કીડો ખોરાકમાં રખડતો હતો. તે શાકની અંદરથી બહાર આવ્યો. યુવકે તરત જ તેના મિત્રોને આ અંગે જણાવ્યું.
હોટલના સ્ટાફે કરી મારપીટ
આ પછી તેઓએ હોટલના કર્મચારીઓને ત્યાં બોલાવ્યા તો તેમની હોટલના કર્મચારીઓ સાથે ઝઘડો થઈ ગયો હતો. જે બાદ હોટલના કર્મચારીઓએ યુવક અને તેના મિત્રો પર હુમલો કર્યો અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો. ત્યારબાદ યુવકે તેના અન્ય મિત્ર જે પોલીસમાં છે તેને આ અંગે ફરિયાદ કરી. તે ભોજનની પ્લેટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યારે પોલીસ તપાસ માટે હોટલ પહોંચી તો રસોડામાં પ્રવેશતા જ તેઓ તે નજારો જોતા જ રહી ગયા.
રસોડામાં જોવા મળ્યા સડેલા શાકભાજી
રસોડાની અંદર સડેલા શાકભાજી રાખવામાં આવ્યા હતા અને ત્યાંની સ્વચ્છતાની તો વાત જ શું કરવી ત્યાં બિલકુલ સ્વચ્છતા ન હતી. ત્યાં તૈયાર કરાયેલા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે ખોરાક સ્વાસ્થ્ય માટે બિલકુલ સારો ન હતો. ત્યારપછી પોલીસે હોટલને સીલ કરી અને તેના પર નોટિસ ચોંટાડી દીધી હતી. હાલ હોટલ માલિક અને કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ટ્રેનમાં ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતા ચેતજો: પાવરબેંક વેચતો ફેરિયો આવી રીતે ઝડપાયો રંગેહાથ