સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહ માત્ર ગીરમાં જોવા મળે છે. જોકે હવે વલસાડની નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સિંહની ડણક સાંભળવા મળી રહી છે. દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવેલું છે. 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલ આ લાયન સફારી પાર્કમાં હવે ત્રણ સિંહ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ
25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન
દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. જંગલ પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક એક નવું નજરાણું જોવા મળી રહ્યું છે. અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આ હિંસક વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ બે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરે છે.
આ પણ વાંચો: 2024માં કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર કોણ હશે? રાહુલ ગાંધીએ જવાબ આપ્યો
દક્ષિણ ગુજરાતના લોકો માટે ગીર સુધી જવું પડશે નહી
ગુજરાતથી લાવવામાં આવેલા આ ત્રણ સિંહ કુદરતી જંગલ વિસ્તારમાં વિચારતા જોવા મળી રહ્યા છે. આ સફારી પાર્કમાં અશોકા નામનો સિંહ અને ગિરજા અને મીરા નામની સિંહણ રાખવામાં આવેલી છે. જંગલમાં વિચરતા સિંહોને જોવા માટે દુનિયાભરથી પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે. જો કે હવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ગીર સુધી જવું પડશે નહી.