ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: સાસણ ગીર સિવાય પણ આ જગ્યાએ માણી શકાશે લાયન સફારી પાર્કની મજા

Text To Speech

આગામી દિવસોમાં રાજકોટવાસીઓ લાયન સફારી પાર્કની મજા માણી શકે તે માટે લાયન સફારી પાર્ક પણ બનાવવામાં આવશે. જે માટે પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. લાયન સફારી પાર્ક બનાવવા માટે 10 હેક્ટરની જરૂર હોય છે પરંતુ મનપામાં પાસે પ્રદ્યુમન પાર્ક પાસે 20 હેક્ટર જમીન છે.

આ પણ વાંચો: કામને બોજારૂપ નહિ પોઝિટીવ એપ્રોચ દ્વારા સ્વીકારો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

લાયન સફારીની આગામી દિવસોમાં મજા માણી શકશો

ગુજરાતમાં સિંહ દર્શનની વાત આવે એટલે બધાને સાસણ ગીર યાદ આવે છે. જેમાં સાસણ ગીરની લાયન સફારી સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ત્યારે જો તમે લાયન સફારી પાર્કની મજા માણવાના શોખીન છો તો તમારા માટે આ આનંદના સમાચાર છે. હવે તમારે લાયન સફારીની મજા માણવા સાસણ ગીર સુધી નહીં જવું પડે. રાજકોટમાં જ તમે લાયન સફારીની આગામી દિવસોમાં મજા માણી શકશો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે રાંદરડા તળાવ પાસે 20 હેક્ટરમાં લાયન સફારી પાર્ક તૈયાર કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

આ પણ વાંચો: વીજ ચેકીંગ મેગા ડ્રાઇવ: પોલીસ અને GEB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું

બજેટમાં નાણાકીય જોગવાઈ કરેલી

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ માટે બજેટમાં નાણાકીય જોગવાઈ કરેલી છે. તેમણે કહ્યું હતું કે સરકારની જરૂરી મંજૂરી આવ્યા બાદ લાયન સફારી પાર્ક માટે કાર્યવાહી થશે. રાજકોટ ઝૂ પાસે સિંહ પરિવારો છે. તેમાંથી કેટલાકને લાયન સફારી પાર્કમાં શિફ્ટ કરી શકાશે. મહાનગરપાલિકાએ માત્ર આંતર માળખાકીય સુવિધા જ ઉભી કરવાની રહેશે. આ દિશામાં ઝડપથી કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુનેગારોને દબોચવા પોલીસ મથકો માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી લીધો મહત્ત્વનો નિર્ણય

આજીડેમ ખાતે અગાઉ ખાસ પ્રોજેક્ટ બનાવ્યો હતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એશિયાટિક લાયન સંવર્ધન માટે આજીડેમ ખાતે અગાઉ ખાસ પ્રોજેક્ટ બનાવ્યો હતો જે સફળ થયો છે. આ સંવર્ધન યોજનામાં 32થી વધારે સિંહ રાજકોટ પ્રાણીસંગ્રહાલયને મળ્યા હતા. હવે તેના આધારે સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Back to top button