ભાંગનું મર્યાદિત સેવન તમને આટલા ફાયદા કરાવશે !
ભાંગ એક પ્રકારનું એવું મિશ્રણ છે કે જેમાં કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે અને તે દહી અને મઠ્ઠામાં ભેળવી પીવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો દૂધમાં ભેળવ્યા બાદ તેને પીવે છે. જેને ભાંગ લસ્સી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાઈ બનાવવા માટે ભાંગ ઘી અને ખાંડ સાથે ભેળવવામાં આવે છે. ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે તેમાં નશો હોય છે. કેનાબીસ નર્વસ સિસ્ટમના કામ કરવાની રીત પર અસર કરે છે. ભાંગનું મર્યાદિત સેવન લાભદાયી છે જ્યારે વધારે સેવન હાનિકારક પણ છે.
આ પણ વાંચો : મહાશિવરાત્રિ પર આ સમયે કરો શિવલિંગ પર અભિષેક, તમામ મનોકામનાઓ પૂર્ણ થશે !
ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે. ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌથી સારી ઔષધી છે. અનેક રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને ઘટાડી શકે છે. ગરમીમાં તડકાના કારણે સનબર્નની સમસ્યા થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ સારૂ માનવામાં આવે છે. ભાંગના પાનને નાના નાના ટૂકડા કરીને બર્ન્ટ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક આપે છે.