ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રીનગરમાં PMનું લાઈફ-સાઈઝ કટ-આઉટ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

Text To Speech
  • લાલ ચોક ખાતે પ્રવાસીઓ PM મોદીના કટ-આઉટ સાથે લઈ રહ્યા છે ફોટા અને સેલ્ફી
  • કાશ્મીરમાં નોંધપાત્ર વિકાસ થતો જોવા મળી રહ્યો છે : કર્ણાટક પ્રવાસી

શ્રીનગર : લાલ ચોક વિસ્તારમાં આવેલા ઘંટા ઘર ખાતે પ્રધાન નરેન્દ્ર મોદીનું લાઇફ-સાઇઝ કટ-આઉટ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે એક વધારાનું આકર્ષણ બની ગયું છે કારણ કે ઘણા લોકો તેની સાથે ફોટા અને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકથી આવેલા એક પ્રવાસીના જણાવ્યા મુજબ, “ઘણા વર્ષો પહેલા વેલીની તેમની છેલ્લી મુલાકાત પછી કાશ્મીરમાં નોંધપાત્ર વિકાસ થયો છે અને તેનો શ્રેય તે પીએમ મોદીના સત્તામાં આવવાને આપે છે.”

વડાપ્રધાનના લાઇફ-સાઇઝ કટ-આઉટ વિશે પ્રવાસીઓએ શું જણાવ્યું ?

કર્ણાટકના એક પ્રવાસીએ જણાવ્યું કે, “આ હું બીજી વખત કાશ્મીર આવી રહ્યો છું. વડાપ્રધાનના કટ-આઉટને જોઈને મને આનંદ થાય છે. અહીં પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે, જે પહેલાના સમયમાં નહોતો. હવે, હું ઘણું બધું જોઈ રહ્યો છું. કાશ્મીરમાં રસ્તા, ટનલ વગેરેનો વિકાસ થઈ રહ્યો છે. આ બધું જોઈને સારું લાગે છે.”

 

એક કારગિલ નિવાસીએ જણાવ્યું કે, “તે શ્રીનગર ફરવા આવ્યો હતો. જ્યારે અમે વડાપ્રધાન મોદીનું કટઆઉટ જોયું તો અમે તેની સાથે એક તસવીર ક્લિક કરી અને અમે ખૂબ ખુશ થયા.” જ્યારે બેંગલુરુના રહેવાસીએ જણાવ્યું કે, “તે લાલ ચોક જોવા કાશ્મીર આવ્યો હતો. પીએમનું કટઆઉટ જોઈને આનંદ થયો. આસપાસનું વાતાવરણ પણ સારું છે, જે મને ખૂબ ગમ્યું.” મુંબઈના રહેવાસીએ કહ્યું કે, “અમે કાશ્મીરના તમામ સ્થળોની મુલાકાત લીધી, આ કટઆઉટ ખૂબ જ સારું લાગ્યું. શ્રીનગરમાં આ પહેલીવાર જોયું છે.”

આ પણ જુઓ :જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટ વિસ્તારમાં મંદિર નજીક બસ સ્ટેન્ડમાં વિસ્ફોટ

Back to top button