ગુજરાતટોપ ન્યૂઝ

અતિક અહેમદનો એક પત્ર માફિયા ગેંગ, રાજકારણીઓનાં કરતૂત ખોલશે

  • માફિયા અતિક અહેમદ દ્વારા તેનાં મૃત્યુ પહેલા એક પત્ર લખવામાં આવ્યો
  • જો મને કંઈ થઈ જાય તો CJI તેમજ યુપીના CMને પત્ર આપજો – અતિક
  • 24 એપ્રિલે અતિક મર્ડર કેસની અરજીની સુનાવણી

CJI તેમજ યુપીના CMને અતિકે લખેલો પત્ર લેટર બોમ્બ સાબિત થશે. જેમાં અતિકનો આ પત્ર માફિયા ગેંગ, રાજકારણીઓનાં કરતૂત ખોલી શકે છે. અતિકે વકીલને કહ્યું હતું કે મને કંઈ થઈ જાય તો મારો પત્ર CJI, યુપીના CMને પહોંચાડજો. તેમાં 24 એપ્રિલે અતિક મર્ડર કેસની અરજીની સુનાવણી થવાની છે.

અતિક અહેમદ દ્વારા તેનાં મૃત્યુ પહેલા એક પત્ર લખવામાં આવ્યો

હત્યામાં ઠાર મારવામાં આવેલા યુપીનાં માફિયા અતિક અહેમદ દ્વારા તેનાં મૃત્યુ પહેલા એક પત્ર લખવામાં આવ્યો હતો. અતિકે તેનાં વકીલને કહ્યું હતું કે જો મને કંઈ થઈ જાય અથવા તો મારી હત્યા કરવામાં આવે તો મારો સીલબંધ કવરમાં લખેલો પત્ર CJI તેમજ યુપીનાં સીએમ સુધી પહોંચાડજો. આ પત્રમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું માનવામાં આવે છે. અતિકનો આ પત્ર માફિયા ગેંગ તેમજ રાજકારણીઓ માટે લેટર બોમ્બ પૂરવાર થઈ શકે છે.

વકીલે કહ્યું છે કે આ પત્ર મારી પાસે નથી કે મારા દ્વારા કોઈને પહોંચાડવાનો નથી

અતિકનાં વકીલે કહ્યું છે કે આ પત્ર મારી પાસે નથી કે મારા દ્વારા કોઈને પહોંચાડવાનો નથી. કોઈ ત્રાહિત વ્યક્તિ જ તે CJI અને યુપીનાં સીએમ સુધી પહોંચાડશે. તે વ્યક્તિ કોણ છે તેની મને ખબર નથી. આમ અતિકનાં પત્ર પાછળ રહસ્ય ઘૂંટાયેલું રહ્યું છે. અતિકનાં વકીલ વિજય મિશ્રાએ અતિકનાં આ રહસ્યમય પત્ર અંગે માહિતી આપી હતી. અતિકની પત્ની શાઈસ્તા તેમજ ગુડ્ડુ વકીલને શોધવા દેશમાં ઠેરઠેર દરોડા અતિક તેની હત્યા પાછળ અનેક રહસ્યો છોડી ગયો છે. અતિક જેલમાં હતો ત્યારે તેની ગેંગનું સંચાલન તેની પત્ની શાઈસ્તા તેમજ ગુડ્ડુ મુસ્લિમ દ્વારા કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

24 એપ્રિલે અતિક મર્ડર કેસની અરજીની સુનાવણી

આજકાલ અતિક-અહમદ મર્ડર કેસ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અતિક-અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા થઈ તેની તપાસની માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજદાર વિશાલ તિવારીએ શક્ય એટલી ઝડપથી સુનાવણી કરવાની માગ કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું કે, આગામી 24 એપ્રિલે આ અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અતિક અને અશરફની ગઈ 15 એપ્રિલે રાત્રે પોલીસ કસ્ટડીમાં ત્રણ યુવકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગે એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

Back to top button