‘ટાઈગર 3’ના સેટ પરથી લીક થયો વીડિયો સલમાન અને શાહરૂખ આવ્યા નજરે


સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. સલમાન ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ વખતે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ જોવા મળશે. જેના કારણે ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલી દરેક માહિતી પર નજર રાખી રહ્યા છે. આદરમિયાન ‘ટાઈગર 3’ના સેટ પરથી એક વીડિયો લીક થયો છે. જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. પહેલા સલમાન ખાન ટાઈગર 3 ના સેટ તરફ જતો જોવા મળે છે. જ્યારે શાહરૂખ તેની પાછળ ચાલતો જોવા મળે છે.
આ પણ વાંચો : ગદર 2ના સેટ પર 22 વર્ષ પછી આ અંદાજમાં મળ્યા સકીના અને તારા સિંહ
Megastar #SalmanKhan & #ShahRukhKhan on the sets of #Tiger3 a few weeks back.
Btw SRK's quote " Salman Khan Leads The Path & We All Try To Follow It" is accurate herepic.twitter.com/v4ppofMQ31
— MASS (@Freak4Salman) June 2, 2023
મે મહિનામાં, સલમાન અને શાહરૂખ મુંબઈના મધ આઈલેન્ડ ખાતે એક વ્યાપક એક્શન સિક્વન્સ માટે સેટ થયા હતા. મેકર્સે ફિલ્મ પર ઘણા પૈસા લગાવ્યા છે.વીડિયોમાં સલમાન બ્રાઉન ટી-શર્ટ પહેરીને સેટની અંદર જાય છે, જ્યારે ફિલ્મનો સેટ વાદળી રંગના મોટા બેકડ્રોપથી ઢંકાયેલો છે. આ વીડિયોને શેર કરતા ફેન પેજ પર લખ્યું છે કે મેગાસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન થોડા અઠવાડિયા પહેલા Tiger3 ના સેટ પર હતા.
આ પણ વાંચો : દીપિકાને આવ્યો ગુસ્સો, કહયું લોકોને મારી ખુશીની ઈર્ષ્યા