ભરૂચ GIDCમાં આગ લાગવાનો સીલસીલો યથાવત્, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ
- ભરૂચમાં જેબસન્સ કંપનીમાં રાત્રે 1.45 વાગે લાગી આગ
- બે ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી
- બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહિ
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, ખાસ કરી જિલ્લા માં આવેલ ઔધોગિક એકમોમાં છાશવારે આગ ભભુકી ઉઠવાના બનાવો સામે આવતા હોય છે, તેવામાં વધુ એક બનાવ ભરૂચ જીઆઈડીસી વિસ્તાર માંથી ગત રાત્રીના સમયે સામે આવતા લાય બંબા દોડતા થયા હતા,
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગરમાં આવેલ જેબસન્સ કંપનીમાં રાત્રે 1.45 વાગે આગ ફાટી નીકળી હતી. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેબસન્સ કંપનીમાં મોડી રાત્રીના સમયે અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી.જો કે, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,
ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાનો સીલસીલો યથાવત્, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ#Bharuch #Bharuchnews #Bharuchgidc #jebsonscompany #fire #news #NewsUpdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/3PX2n5reXR
— Hum Dekhenge News (@humdekhengenews) August 20, 2023
આગ પર પાણીનો મારો ચલાવ્યો
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ બે જેટલાં લાય બંબા લઈ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી જહેમત બાદ તેના ઉપર કાબુ મેળવ્યો હતો.
આગનું કારણ અકબંધ
જેબસન્સ કંપનીમાં આગ ક્યા કારણોસર લાગી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, જોકે આગ ના પગલે કંપનીમાં મોટી નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકો અને કંપની સંચાલકોએ રાહત નૉ શ્વાશ અનુભવ્યો હ્તો,