ગુજરાતટોપ ન્યૂઝ

કેશોદના સોંદરડા ગામે ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા ઘાસચારોનો મોટો જથ્થો બળીને ખાખ થયો

Text To Speech

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે પુરષોતમ લાલજી ગૌશાળાના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ ઠારવાનાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ગોડાઉનમાં રહેલો ધાસચારાનો મોટો જથ્થો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

કેશોદના સોંદરડા ગામે આવેલ પુરૂષોતમ લાલજી ગૌશાળાના ગોડાઉનમાં આજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ગૌશાળાના ગોડાઉનમાં ઘાસનો જથ્થો હોવાથી આગને ફેલાતા વાર લાગી ન હતી. એક તબક્કે ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની ઘટના જાણ થતાં બે ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગૌમાતાને બાજુમાં ખુલ્લા પ્લોટમાં સુરક્ષિત ખસેડાઇ છે. જો કે, ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ગોડાઉનમાં રહેલ ધાસચારો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ ઘટનાસ્થળે ફાયરની ટીમની સાથે લોકોના ટોળા આગ બુઝાવવા કામે લાગી હતી અને ભારે જહેમત બાદ આગ કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટા જથ્થામાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

Back to top button