સાયન્સ સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ટેલિસ્કોપથી માણ્યું ચંદ્રગ્રહણ : જુઓ તસવીરો
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.આજે સાંજે 5:20 વાગ્યાથી ચંદ્ર ઉદય સાથે ગુજરાતમાં ચંદ્રગ્રહણ જોવાં મળ્યું હતું. તેથી આ ઘટનાં વિજ્ઞાનપ્રેમીઓ માટે ઘણી મહત્વની હોવાથી ગુજરાત સાયન્સ સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ હાઇટેક ટેલિસ્કોપથી વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ નિહાળવાનો અને આકાશ દર્શનનો આનંદ લીધો હતો.
સાયન્સ સિટી ખાતે ચંદ્રગ્રહણ જોવાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં
ગુજરાત સાયન્સ સિટી દ્વારા નાગરિકોની વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરવા સાંજે ચંદ્ર અને આકાશ નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ચંદ્ર અને આકાશના અવલોકન માટે ખાસ ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું. તેથી સાયન્સ સિટી ખાતે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શહેરમાં દેખાયું આંશિક ચંદ્રગ્રહણ
અમદાવાદમાં આંશિક ચંદ્રગ્રહણ સાંજે 5:56 થી 7:26 વાગ્યા સુધી જોવા મળ્યું હતું. ભારતમાં બપોરથી ગ્રહણની શરૂઆત થઈ હતી. જો કે બપોરનાં સમયે ચંદ્ર દેખાયો નહોતો, પરંતુ જેમ જેમ સાંજ થઈ ત્યારે, શહેરમાં સાંજે 5:50 વાગ્યાથી ચંદ્ર ઉદય સાથે ચંદ્રગ્રહણ દેખાવાનું શરુ થયું હતું. જે સાંજે 6:20 વાગ્યે સમાપ્ત થયું હતું. આ સિવાય સંપૂર્ણ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, ઉત્તર અને પૂર્વ યુરોપ અને મોટાભાગના દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું હતું.