- IPS અધિકારીઓની બદલીઓને લઇને સમગ્ર પોલીસબેડામાં ચર્ચા
- અમદાવાદને ઇન્ચાર્જ CP બાદ હવે કાયમી પોલીસ કમિશનર પણ મળશે
- રાજ્યમાં અનેક આઇપીએસ અધિકારીઓની બદલીઓ ટૂંકસમયમાં
ગુજરાતમાં ગમે તે ઘડીએ મોટી સંખ્યામાં IPS અધિકારીઓની બદલીઓ થશે. લાંબાસમયથી અધિકારીઓની બદલીઓની રાહ જોવાઇ રહી છે. ત્યારે ઇન્ચાર્જ બાદ હવે અમદાવાદને નવા કાયમી પોલીસ કમિશનર મળશે. તથા રાજકોટ અને સુરત પોલીસ કમિશનર પણ બદલાઇ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા
રાજયમાં લાંબા સમયથી IPS અધિકારીઓની બદલીઓને લઇને સમગ્ર પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડયુ છે ત્યારે હવે રથયાત્રા પૂર્ણ થતા હવે 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યમાં ગમે તે ઘડીએ અનેક સિનિયર – જુનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરી શકે છે.
આ પણ વાંચો: અમેરિકન કંપની ગુજરાતના આ વિસ્તારમાં રૂ.22,500 કરોડનું રોકાણ કરશે
અમદાવાદને ઇન્ચાર્જ CP બાદ હવે કાયમી પોલીસ કમિશનર પણ મળશે
અમદાવાદને ઇન્ચાર્જ CP બાદ હવે કાયમી પોલીસ કમિશનર પણ મળશે. મહત્વનું છે કે, અમદાવાદની સાથે સાથે વડોદરા, રાજકોટ અને સુરત પોલીસ કમિશનર પણ બદલાઇ શકે છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત થયા બાદ એડીશનલ ડીજીપી વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી થોડા દિવસો માટે બનાવવામાં આવ્યા હતા. બાદમાં વિકાસ સહાયને કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો. આવી જ રીતે 30 એપ્રિલના રોજ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રિટાયર્ડ થતા તેમનો ચાર્જ જેસીપી પ્રેમવીરસિંઘને સોંપવામાં આવ્યો હતો.
રાજ્યમાં અનેક આઇપીએસ અધિકારીઓની બદલીઓ ટૂંકસમયમાં
જો કે, ફેબ્રુઆરીથી જ રાજ્યમાં અનેક આઇપીએસ અધિકારીઓની બદલીઓ ટૂંકસમયમાં થઇ રહી છે તેવી ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડયુ હતુ પરંતુ અમદાવાદમાં ઇન્ચાર્જ સીપી સરકારે મૂકી દેતા બદલીઓની વાત પર પૂર્ણ વિરામ મૂકાયુ હતુ. પરંતુ રથયાત્રા પૂર્ણ થયા બાદ અમદાવાદને ઇન્ચાર્જ CPને બદલે કાયમી પોલીસ કમિશનર મળશે અને અનેક રેન્જ આઇજી તેમજ આઇપીએસ અધિકારીઓની પણ બદલીઓ થશે તેવી ચર્ચા ફરીથી શરૂ થઇ છે. આ વચ્ચે બે દિવસ પહેલા આઇએએસ અધિકારીઓની બદલીઓ થઇ હતી. જે બાદ હવે રાજ્યમાં અનેક આઇપીએસ અધિકારીઓની ગમે તે ઘડીઓ બદલીઓ આવી શકે છે.