કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડશો દરમિયાન એક યુવક સુરક્ષા કવચ તોડીને પીએમ મોદીની નજીક પોહચી જતાં SPG માં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો : રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023
પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં અગાઉ પણ આવી રીતે ચૂકની ઘટનાઓ બની ગઈ છે ત્યારે આજરોજ કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન મોદીના રોડશો દરમિયાન એક યુવક અચાનક તેમની તરફ દોડીને એકદમ નજીક આવી ગયો હતો અને વડાપ્રધાનને ફૂલનો હાર પહેરવા માંગતો હતો, આમ કરવામાં તે સુરક્ષા કવચ તોડીને પીએમ મોદી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ એસપીજી કમાન્ડો તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા અને તે યુવકને પીએમ મોદીથી દૂર કરી દીધો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓની ખેર નહી! તંત્રએ લગાવ્યા આટલા હજાર હાઇ ડેફિનેશન કેમેરા
પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ને લીધે અવારનવાર આવી ચૂકની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજરોજ કર્ણાટકના હુબલીમાં પીએમ મોદી ની સૂર્યક્ષમાં ચૂકની ઘટના બની હતી.