ચાલુ ટ્રેનમાંથી બાળકે મુસાફરનો મોબાઈલ ખેંચી લીધો, વીડિયો જોઈને તમે ચોંકી જશો
- કેટલાક લોકો ચોરી કરવામાં એટલા એક્સપર્ટ હોય છે કે જો તમે તેમને ચોરી કરતા જોશો તો તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 31 મે: જ્યારે પણ તમે ટ્રેન, બસ કે મેટ્રોમાં ક્યાંક મુસાફરી કરો છો, ત્યારે તમે દરેક જગ્યાએ જોશો કે મુસાફરોને ચોરોથી સાવધ રહેવા માટે અલગ-અલગ રીતે કહેવામાં આવતું હોય છે. અમુક જગ્યાએ બોર્ડ પર લખેલું હોય છે તો ઘણીવાર અનાઉન્સમેન્ટ કરવામાં આવતું હોય છે કે ખિસ્સાકાતરુઓથી સાવધાન રહો. આવું એટલા માટે કરવામાં આવે છે કે લોકો મુસાફરી દરમિયાન કોઈ કામમાં પડ્યા હોય છે અને ચોર આનો ફાયદો ઉઠાવીને તેમની કિંમતી વસ્તુઓ ચોરી લે છે. ક્યારેક ચોર એવી રીતે ચોરી કરે છે કે તેના વિશે સાંભળીને કે જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે.
ચોરે કેવી રીતે કરી ચોરી?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેલવે સ્ટેશન પરથી ટ્રેન ચાલવા લાગી છે. ટ્રેન હજુ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ત્યારે એક બાળક આવે છે જે ટ્રેનની સાથે ચાલી રહ્યું હતું. અચાનક, જ્યારે તેને યોગ્ય તક મળે છે, ત્યારે તે બારીની અંદર હાથ નાખે છે અને એક મુસાફરનો મોબાઈલ ખેંચી લે છે અને ત્યાંથી ભાગી જાય છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
छोटा बच्चा देखकर भिखारी समझा है
चलती ट्रेन से फोन ले के भागता है सा ला 😂 pic.twitter.com/JoEvTeseS0— Reetesh Pal (@PalsSkit) May 31, 2024
આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @PalsSkit નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ દિવસોમાં મોબાઈલ ચોરી વધી ગઈ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘પુરી ટ્રેનિંગ લઈને આવ્યો લાગે છે.’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી.’ એક યુઝરે લખ્યું, ‘ઉરી બાબા, એક મહિનાનો પગાર ગયો.’
આ પણ વાંચો: કેજરીવાલનું એ દિલ્હી, જ્યાં પાણી માટે દરરોજ ડોલ અને બેડાં લઈને દોડવું પડે…