આ શેરોમાં 10 ટકાથી વધુનો ઉછાળો, તમે નફો મેળવવા માટે દાવ લગાવી શકો છો !
શેરબજારમાં આજે સવારથી જ તેજી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે નિફ્ટી 50 સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ફાયદા સાથે ખુલ્યો હતો. નિફ્ટી 50 આજે તેના અગાઉના બંધ 17,321.9ની સામે 17,451.25ના સ્તરે ખૂલ્યો હતો. આ મજબૂત વૈશ્વિક સંકેતોના પરિણામે હતું. ગુરુવારે મુખ્ય વોલ સ્ટ્રીટ સૂચકાંકો ઊંચા બંધ થયા હતા. કારણ કે રોકાણકારોનું માનવું હતું કે યુએસ ફેડના અધિકારીઓ વ્યાજદર વધારવા પર રોક લગાવી શકે છે.
આ પણ વાંચો : સુરક્ષામાં મોટી ચૂક : SRK ના બંગ્લામાં ઘુસી ગયા બે ગુજરાતીઓ, જાણો શાહરૂખ ત્યારે ક્યાં હતો ?
રાતોરાત ટ્રેડિંગમાં Nasdaq Composite 0.73%, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1.05% અને S&P 500 0.76% વધ્યો. સવારે 10:30 વાગ્યે, નિફ્ટી 50 192.9 પોઈન્ટ અથવા 1.11% વધીને 17,514.8 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, વ્યાપક બજાર સૂચકાંકોએ ફ્રન્ટલાઈન સૂચકાંકો કરતાં ઓછો દેખાવ કર્યો હતો. નિફ્ટી મિડ-કેપ 100 ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલ-કેપ 100 ઇન્ડેક્સ અનુક્રમે 0.5% અને 0.63% ઉપર છે. 3 માર્ચના ડેટા મુજબ, FII અને DII બંને ચોખ્ખા ખરીદદારો હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 12,770.81ના શેર ખરીદ્યા હતા. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 2,128.80 કરોડના શેર ખરીદ્યા હતા. નીચે આપેલ શેરોની સૂચિ છે કે જેમાં આજે ભાવ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું.