અમદાવાદગુજરાતટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

માણેક બુર્જથી અટલ બ્રિજ સુધીની અમદાવાદના ઇતિહાસની યાત્રા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: 2025: આજે એટલે કે 26મી ફેબ્રુઆરીએ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો 614મો જન્મદિવસ છે. અમદાવાદ ભારતનું પહેલું શહેર છે જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદ એ ગુજરાત રાજ્યનું મહત્વપૂર્ણ શહેર છે જે ભારતના વિકસિત શહેરોમાં સ્થાન ધરાવે છે. અહીંના વિકાસમાં અનેક ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી છે, જેમ કે ઔધોગિક, શૈક્ષણિક, મેડિકલ અને નાણાકીય ક્ષેત્રોમાં અમદાવાદ વિકાસ કાર્યોમાં વેગ મળ્યો છે. અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાય પુસ્તકો પણ લખાયા છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ગુજરાતના ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદ શહેરની સ્થાપના 614 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હોવાની લોકવાયકા છે. જોકે ઇતિહાસકારો આ શહેરનાં અન્ય બે નામ પણ જણાવે છે, જેમ કે કર્ણાવતી અને આશાવલ્લી. આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. 960થી 1971 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ રહી ચૂક્યું છે. લોકવાયકા પ્રમાણે અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411 ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો તેણે તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું હતું. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.

અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે. અમદાવાદને “ભારતનું માન્ચેસ્ટર” તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં, અમદાવાદ ભારતના ગુજરાત રાજ્યમાં એક મુખ્ય ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું છે. અમદાવાદ એક બાદ એક સફળતા હાંસલ કરી છે. અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર છે. અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું.

એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુર્જ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. એલિસબ્રિજ ખાતેના માણેક બુર્જ ખાતે અમદાવાદ શહેરની પ્રથમ ઇંટ મુકાઈ હતી. પરંપરા મુજબ દર વર્ષે માણેકબુર્જની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે એક રાણીએ પણ અમદાવાદ પર રાજ કરેલું છે. આ રાણી એટલે બીજુ કોઈ નહીં પરંતુ હિંદુસ્તાનની સામ્રાજ્ઞી અને મુઘલ બાદશાહ જહાંગીરની મુખ્ય બેગમ નૂરજહાં છે. બેગમ નૂરજહાં રુપરુપનો અંબાર હતી અને ‘અમદાવાદ વાસ’ દરમિયાન બાદશાહ જહાંગીર ધૂળથી ત્રાહિમામ પોકારી ગયાં અને આ સમયે તેમની સાથે રહેલી બેગમ નૂરજહાંએ અમદાવાદના શાસનની ધૂરા સંભાળી લીધી અને લગભગ 9 મહિના સુધી અમદાવાદ પર રાજ કર્યું. બાદશાહ અહમદ શાહની મુખ્ય બેગમની કબર રાણીના હજીરા તરીકે ઓળખાય છે. 9 મહિના બાદ જહાંગીર સાથે નૂરજહાં દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી જે પછી મુઘલ શહજાદાએ અમદાવાદના શાસનની બાગડોર સંભાળી હતી.

એલિસ બ્રિજ (1870)
એલિસ બ્રિજ, જે 1870માં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવ્યો હતો, તે અમદાવાદના સૌથી જૂના પુલોમાંનો એક છે. તે જૂના શહેરને નવા વિસ્તારોને જોડે છે.

સાબરમતી રિવરફ્રન્ટ (2005)
સાબરમતી રિવરફ્રન્ટ, જે 2005માં વિકસાવવામાં આવ્યો હતો, તે અમદાવાદનું એક આધુનિક લેન્ડમાર્ક છે. આ રિવરફ્રન્ટે શહેરની લેન્ડસ્કેપને બદલી નાખી છે અને તે મનોરંજન, આરામ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક લોકપ્રિય સ્થળ બની ગયો છે.

અટલ બ્રિજ (2022)
અટલ બ્રિજ, જેનું નામ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે, 27 ઓગસ્ટ 2022ના દિવસે પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. તે એક આધુનિક પુલ છે જે જૂના શહેરને રિવરફ્રન્ટને જોડે છે. 74 કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ આ ફૂટ ઓવર બ્રિજ અત્યારે લોકો માટે નવું સ્પોટ બની ગયું છે.

આ પણ વાંચો..મહાશિવરાત્રી પર દેશભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી, સોમનાથ મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button