19મીએ નડિયાદમાં રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે
- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા તા.૧૯-૧૦-૨૦૨૩ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે.
રોજગાર ભરતીમેળો: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૯-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એ-બ્લોક, બીજો માળ, સરદાર પટેલ ભવન, મિલ રોડ, નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ-ફિટર, ટર્નર, વેલ્ડર, મશીનિસ્ટ, બી.એસ.સી (કેમેસ્ટ્રી, માઈક્રો બાયોલોજી) પાસ થયેલ ફક્ત સશક્ત પુરૂષ ઉમેદવારો ભાગ લઇ શકશે.
- ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇડી JF668164144 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે.
આ પણ વાંચો: અમદાવાદની રિઝર્વ બેન્કની બ્રાન્ચ પર રૂ.2 હજારની નોટો બદલાવવા હજુ પણ લાંબી લાઈનો, વચેટિયા મલાઈ ખાઈ રહ્યા છે?