ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નક્સલી હુમલામાં એક જવાન વીરગતિ પામ્યા, છત્તીસગઢમાં છેલ્લા 4 દિવસમાં ત્રીજી ઘટના

Text To Speech

રાયપુર (છત્તીસગઢ), 17 ડિસેમ્બર: રવિવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક અધિકારી વીરગતિ પામ્યા હતા અને અન્ય એક ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફની 165મી બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળી વાગતા ઘાયલ થયા છે.

ઘાયલ સૈનિકને યોગ્ય સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અથડામણ બાદ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારની સઘન શોધખોળ હાથ ધરી હતી, જેના આધારે પોલીસે ચાર શંકાસ્પદ લોકોને ઝડપી પાડ્યા છે. તેમજ શંકમદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં નક્સલવાદીઓ અચાનક ફરી સક્રિય થયા છે. નક્સલીઓએ સુરક્ષા દળો પર હુમલા તેજ કર્યા છે. છેલ્લા ચાર દિવસમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ત્રણ વખત અથડામણ થઈ છે.

બપોર સુધીના અગત્યના સમાચાર જૂવાનું ચૂકશો નહીં, HD News ટૉપ-10

ચાર દિવસમાં ત્રીજી વખત ઘટની બની

છેલ્લા ચાર દિવસમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બે જવાન વીરગતિ પામ્યા હતા. જ્યારે કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.  મહત્ત્વનું છે કે, 14 ડિસેમ્બરે કાંકેરમાં નક્સલવાદીઓ દ્વારા કરાયેલા IED બ્લાસ્ટમાં BSFનો એક જવાન શહીદ થયો હતો. આ પહેલા 12 ડિસેમ્બરે છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક DRG સૈનિક IED બ્લાસ્ટના ભોગ બન્યા હતા. આમાં સૈનિકને થોડી ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: BSF અને CRPFના જવાનો લઈ રહ્યા છે VRS, જાણો સંખ્યા અને કારણો

Back to top button