જમ્મુ કાશ્મીરના શોપિયામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર
- શોપીયાનના કપરીન વિસ્તારમાં થયું એન્કાઉન્ટર
- સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર
- ઓકટોબર સુધીમાં 176 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપીયામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ આતંકી જૈશ-એ-મોહમ્મદનો હતો. તે કુલગામ-શોપિયામાં સક્રિય હતો અને અનેક આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો.
#UPDATE जैश-ए-मोहम्मद के आतंकी संगठन का एक सदस्य मार गिराय गया है, उसकी पहचान कामरान भाई उर्फ हनीस के रूप में हुई है जो कुलगाम-शोपियां इलाके में सक्रिय था। तलाशी अभी जारी: ADGP कश्मीर
— ANI_HindiNews (@AHindinews) November 11, 2022
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર શોપીયાના કપરીન વિસ્તારમાં થયું હતું. કપરીન ચૌધરીકુંડથી થોડા કિલોમીટર દુર છે. જ્યાં ઓક્ટોબરમાં કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની આતંકીઓ દ્વારા હત્યા કરાયી હતી. આ જગ્યાએ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની સુરક્ષાદળોને માહિતી મળી હતી. જે બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં આતંકીઓએ અચાનક ગોળીબાર શરુ કરતા તેના જવાબમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરાયો.
કામરાન આતંકી કરાયો ઠાર
ADGP કાશ્મીરના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી માર્યો ગયો છે. જેની ઓળખ કામરાન ઉર્ફે હનીસ તરીકે થઈ છે. આ આતંકી કુલગામ-શોપિયામાં સક્રિય હતો.
આ પણ વાંચો :રાજકોટ આપમાં પડ્યું ગાબડું, રાજભા ઝાલાએ આપ્યું રાજીનામું
ઓક્ટોબર સુધીમાં 176 આતંકીઓની ખાત્મો
જમ્મુ-કાશ્મીરમા આતંકવાદી ગતિવિધિ ખત્મ કરવા પોલીસ અને સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહી છે અને તે સાથે જ આ ઓપરેશનોમાં તેમને ઘણા અંશે સફળતાઓ પણ મળી રહી છે. મળતી માહિતી મુજબ આવ વર્ષની વાત કરીએ તો ઓક્ટોબર સુધી 176 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં 50 વિદેશી અને 126 સ્થાનિકમ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં કુલ 134 સક્રિય આતંકીઓ હાજર છે. જેમાં 83 વિદેશી અને 51 સ્થાનિક આતંકવાદીઓ છે.
આ અગાઉ 1 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામાં અને અનંતનાગ જીલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટની ઘટનાઓ સામે આવી હતી. આ બંને સ્થળોએ થયેલ અથડામણમાં સુરક્ષદળો દ્વારા ચાર આતંકીઓને ઠાર કરાયા હતા. આ ઓપરેશનમાં જેની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે, સેના અને કાશ્મીર ઝોન પોલીસ આતંકીઓ વિરુદ્ધ છેલ્લા ઘણા મહિનાઓથી ઘાટીમાં સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહ્યા છે.