ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકોરનો વિશાળ રોડ શો યોજાયો

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠક માટે બીજા ચરણમાં એટલે કે સોમવારે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે. ત્યારે ઉમેદવારોએ હવે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શો નું આયોજન કર્યું છે. જેમાં શનિવારે પાલનપુર ખાતે ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરનો બાઈક સાથેનો વિશાળ રોડ શો યોજાયો હતો.

જેમાં ભાજપના કાર્યકરો બાઈક સાથે હાથમાં ભાજપના ઝંડા લઈને આ બાઈક રેલીના રોડ શોમાં જોડાયા હતા. આ રેલીમાં ઉમેદવાર અનિકેત ઠાકર સાથે પૂર્વ મંત્રી અને શહેરમાં લોકપ્રિય એવા ભાજપના આગેવાન કાંતિભાઈ કચોરીયા પણ તેમની સાથે જોડાયા હતા. આ બાઈક રેલી શહેરના મુખ્ય માર્ગને આવરી લે તે રીતે યોજવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરો સાથે શહેરીજનોએ ભાજપના ઉમેદવારનું ફુલહાર પહેરાવીને માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : એક મતથી કોઈની સત્તા ગઈ તો કોઈએ દુનિયા પર રાજ કર્યું, જાણો શું છે એક મતની તાકાત

વિદેશ ગયેલા મિત્રએ ગોરાઓ પાસે કરાવ્યો ભાજપનો પ્રચાર

વિદેશમાં ગોરા બોલ્યા “વોટ ફોર ભાજપ”

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાલનપુરના ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરના એક મિત્ર હાલમાં અમેરિકા ગયેલા છે. ત્યાં તેમને ગોરાઓ પાસે એક પાર્ટીમાં અનિકેત ઠાકરના સમર્થનમાં “વોટ ફોર ભાજપ” બોલતા હોવાનો વિડિયો મોકલ્યો હતો. જે અત્યારે પાલનપુરના સોશિયલ મીડિયાના ગ્રુપમાં ધૂમ મચાવી રહ્યો છે.

મતદાન કરો અને દવામાં 5% વળતર મેળવો

પાલનપુરમાં આવેલ શ્રી બાલાજી આયુર્વેદ વાળા મયુરભાઈ મોદીએ જાહેર કર્યું છે કે, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. જેમાં ઉત્સાહભેર ભાગ લઈએ. લોકશાહીના આ અવસરની ઉજવણી કરી અને ચૂંટણીમાં સો ટકા મતદાન મતદાન થાય માટે મતદાનને પ્રોત્સાહન આપવા આયોજન કર્યું છે. જેમાં વોટીંગ કર્યાનું નિશાન બતાવીને આયુર્વેદિક દવા ની ખરીદી કરનારને 5% વળતર આપવામાં આવશે. આમ વેપારી દ્વારા મતદાનને પોત્સાહન આપવા માટે વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

Back to top button