આકાશમાં થયો પ્રચંડ ઝબકારો: કચ્છમાં સેકન્ડો માટે કાળી રાત અચાનક દિવસમાં ફેરવાઈ, જુઓ વીડિયો


કચ્છ, ૧૭ માર્ચ: ૨૦૨૫: કચ્છ જિલ્લામાં રાત્રે 3 વાગ્યે આકાશમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. જેમાં ભુચ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક ચમકારો જોવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સેકન્ડો માટે કાળી રાત અચાનક દિવસમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જે જોઈને ભલભલા ચોંકી ઊઠ્યા હતા. આ જોઈને તારો તૂટ્યો કે ઉલ્કા પડી? જેવી ચર્ચા લોકોમાં શરૂ થઈ ગઈ હતી.
View this post on Instagram
સરહદી જિલ્લા કચ્છમાં એક તરફ ભૂકંપના કંપનોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે વહેલી પરોઢિયે ૩ અને ૧૨ કલાકે કચ્છના આકાશમાં તેજ લિસોટા જોવા મળતા, આ રણપ્રદેશમાં ઉલ્કા પડી હોવાના પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે. અને આ લિસોટા સામસામા ‘વી’ શેપમાં પરિવર્તિત થઈને અવકાશમાં ઓઝલ થઇ ગયા હતા. સીસીટીવીમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ચોમાસાની વીજળી ચમકે એવી રીતે જ થોડી સેકન્ડ માટે ચમકારો થયો હતો. સમગ્ર વિસ્તારમાં રાત્રે અચાનક દિવસ જેવું અજવાળું થઈ ચૂક્યું હતું. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારમાં અનેક ચર્ચા જગાવી છે.
કચ્છના ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે આ એક ખગોળીય ઘટના છે. જ્યારે અવકાશમાંથી કોઈ ઉલ્કા પૃથ્વી તરફ ખેંચાઈ આવે અને એ વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે ઘર્ષણ સર્જાય છે, જેના કારણે સળગી ઊઠેલી ઉલ્કાથી આકાશમાં પ્રકાશ ફેલાઈ જાય છે. મુખ્યત્વે રાત્રિના સમયે આ પ્રકારની ઘટના ધ્યાનમાં આવતી હોય છે.
આ પણ વાંચો….બે બાળકોની માતાને શાકભાજી વેચનાર સાથે થયો પ્રેમ: હોળી પર પ્રેમીને ઘરે બોલાવ્યો અને પછી..