ગુજરાત

અમદાવાદના સોલા વિસ્તારના ગણેશ મેરિડિયન બિલ્ડિંગના 7મા માળે ભીષણ આગ લાગી

Text To Speech

અમદાવાદઃ સોલા વિસ્તારમાં કારગિલ પેટ્રોલ પંપ પાસે આવેલા ગણેશ મેરિડીયન બિલ્ડિંગમાં 7માં માળે આવેલી એક ઓફિસમાં રાતે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે ત્યારે ઓફિસ બંધ હોવાથી કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ થતા બચી ગઈ છે. હાલ ફાયરબ્રિગેડની ટીમે આગને બુઝાવાવાની કામગીરી હાથ ધરી છે.

20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ગણેશ મેરિડિયનમાં સાતમા માળે લાગેલી આગને બુઝાવવા માટે વધુ ફાયર ફાઈટરને દોડાવવામાં આવ્યા છે. હાલમાં ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર આગ લાગી હતી તે જાણી શકાયું નથી. આગનું કારણ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે. આગને કાબૂમાં લેવા પ્રહલાદનગર, મેમનગર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી 20 જેટલાં ફાયર ફાઇટરોને કામે લગાડાયા છે.

Back to top button